ST Students Fee/ ST વિદ્યાર્થીઓ માટે ઉચ્ચશિક્ષણ મેળવવું બન્યું સરળઃ છ લાખથી વધુ ફી હશે તો રાજ્ય સરકાર ભરશે

એસટી સ્ટુડન્ટ્સના શૈક્ષણિક હિતમાં મહત્વનો નિર્ણય લેતા સરકારે સરકારી ક્વોટામાં મેરિટમાં એડમિશન લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની ફી રેગ્યુલેટિંગ કમિટી (એફઆરસી)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી છ લાખ રૂપિયાની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં છ લાખ રૂપિયા કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સામાં વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે,

Top Stories Gujarat
ST Students Scholarships ST વિદ્યાર્થીઓ માટે ઉચ્ચશિક્ષણ મેળવવું બન્યું સરળઃ છ લાખથી વધુ ફી હશે તો રાજ્ય સરકાર ભરશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર અનુસૂચિત જનજાતિના ST Students Fee વિદ્યાર્થીઓ પર ઓવારી ગઈ છે. એસટી સ્ટુડન્ટ્સના  શૈક્ષણિક હિતમાં મહત્વનો નિર્ણય લેતા સરકારે સરકારી ક્વોટામાં મેરિટમાં એડમિશન લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની ફી રેગ્યુલેટિંગ કમિટી (એફઆરસી)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી છ લાખ રૂપિયાની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં છ લાખ રૂપિયા કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સામાં વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે, તેમ આદિજાતી વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે.

આ ઉપરાંત સરકારી ક્વોટામાં મેરિટમાં એડમિશન લેનારા એસટી વિદ્યાર્થીઓને ST Students Fee આ યોજનાનો લાભ મળશે. આ સાય સરકારી ક્વોટામાં મેરિટમાં એડમિશન લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફી રેગ્યુલેટિંગ કમિટી (એફઆરસી)એ નક્કી કરેલી ફી મુજબ ભારત સરકારે નક્કી કરેલી છ લાખ રૂપિયાની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવાની રહેશે. આમ છતાં જે અભ્યાસક્રમોમાં ફ છ લાખથી વધારે હોય તેવા કિસ્સામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવશે.

રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત ST Students Fee સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી કરવા માટે થયેલી નવી જોગવાઈઓ મુજબ અગાઉના શૈક્ષણિક વર્ષમાં એડમિશન લીધું હોય અને શિષ્યવૃત્તિ આપવામાં આવી હોય.

રાજયના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ST Students Fee ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિની રકમનું ચૂકવણું કરવા માટે થયેલી નવી જોગવાઇઓ મુજબ હવે, અગાઉના શૈક્ષણિક વર્ષમાં એડમિશન લીધુ હોય અને શિષ્યવૃત્તિ આપવામાં આવી હોય તેઓને ચાલુ વર્ષે તેમજ હવે પછીના વર્ષોમાં શિષ્યવૃત્તિ મંજૂર થયા પ્રમાણે આપવાની રહેશે.

આ પણ વાંચોઃQR Code/  દુકાન પર ‘QR કોડ નજીક લાવો’ કહેવાની જરૂર નથી! હવે ફોન દુરથી કરશે સ્કેન, ગૂગલ લાવી રહ્યું છે આ શાનદાર ફીચર

આ પણ વાંચોઃ 1986 Bullet 350 Viral Bill/ બુલેટ 350નું જૂનું બિલ થયું વાયરલ, 1986માં આટલી હતી કિમત; તમને જાણીને નવાઈ લાગશે!

આ પણ વાંચોઃ Google Maps VS Apple Maps/ ગૂગલ મેપ અને એપલ મેપ એકબીજાથી કેટલા અલગ છે, જાણો બધું

આ પણ વાંચોઃ IRCTC Phishing Scam/ છેતરપિંડી કરનારાઓએ IRCTCની બનાવી ફેક એપ, રેલવેએ ટ્વિટ કરી કર્યું એલર્ટ જાહેર

આ પણ વાંચોઃ Toll Tax Vehicle/ FASTag કરતાં વધુ ઝડપી હશે ટોલ બૂથ પર આ સેવા, વાહન પણ નહીં અટકે અને પૈસા કપાઈ જશે