Not Set/ શું બેંક સાથે છેતરપિંડી એક ફેશન બની ગઇ છે ? જુઓ આવા છે અધધધ આંકડા !!

દેશમાં બેન્કો સાથે કરવામાં આવતી છેતરપિંડી એક ફેશન બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. મોદી સરકારમાં છેલ્લા ઘણાં સમયથી જોવા જઇએ તો તેમાં નોંધનીય વધારો થયો છે. નાણાકિય વર્ષના પ્રથમ છ માસમાં જ બેન્કો સાથેના ફ્રોડ થયાનો આંકડો જાણશો તો આંખો ફાટી જશે. તો બીજી તરફ બેન્કોની એનપીએ પણ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે. […]

Top Stories India
bank fruad શું બેંક સાથે છેતરપિંડી એક ફેશન બની ગઇ છે ? જુઓ આવા છે અધધધ આંકડા !!

દેશમાં બેન્કો સાથે કરવામાં આવતી છેતરપિંડી એક ફેશન બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. મોદી સરકારમાં છેલ્લા ઘણાં સમયથી જોવા જઇએ તો તેમાં નોંધનીય વધારો થયો છે. નાણાકિય વર્ષના પ્રથમ છ માસમાં જ બેન્કો સાથેના ફ્રોડ થયાનો આંકડો જાણશો તો આંખો ફાટી જશે. તો બીજી તરફ બેન્કોની એનપીએ પણ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે.

બેન્ક ફ્રોડ, NPAમાં વધારો
બેન્ક ફ્રોડ 6 મહિનામાં 1.13 કરોડને પાર
બેન્કોની NPA 9 લાખ કરોડે પહોંચી
સંસદમાં મોદી સરકારનો એકરાર
બેન્કોની NPAમાં સતત વધારો – RBI

લોકસભામાં આ આંકડાઓને સમર્થન ખુદ નાણાંમંત્રીએ જ આપ્યા છે અને આંકડાઓને જોતાં હાલ તો એવું જ લાગી રહ્યું છે કે બેન્કો સાથે છેતરપિંડી કરવી જાણે ફેશન બની ગઇ છે. આમ નાગરિક જ્યાં એક એક પૈસો ભેગો કરીને બેન્કોમાં જમા કરે છે ત્યાં ઠગ લોકો કોઇપણ બહાના હેઠળ અથવા બેન્ક અધિકારીની રહેમરાહ સાથે બેન્કોને કરોડો અબજો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યા છે.

બેન્ક છેતરપિંડીનો આંકડો રૂ. 1,13,374 કરોડે પહોંચ્યો
એનપીએ પણ રૂ. 8,95,601 કરોડે પહોંચી
ચાલુ વર્ષના પહેલા છ જ મહિનામાં બેન્કો અને અમુક નાણાકીય

નાણાંકીય સંસ્થાઓમાં થયેલી છેતરપિંડીનો આંકડો રૂ. 1,13,374 કરોડે પહોંચી ગયો છે. આ ઉપરાંત આરબીઆઈ ડેટા પ્રમાણે બેન્કોની એનપીએ પણ રૂ. 8,95,601 એટલે કે રૂ. નવ લાખ કરોડ સુધી આંબી ગઈ છે. ખુદ નાણાંમંત્રીએ આ એકરાર લોકસભામાં એક લેખિત ઉત્તર સાથે કર્યો છે. સિતારમને દાવો કર્યો હતો કે, તપાસ અને રિપોર્ટીંગના કારણે છેલ્લાં વર્ષોમાં થયેલા કૌભાંડની મોટી રકમ બહાર આવી છે, જેથી બેન્ક છેતરપિંડીનો આંકડો મોટો દેખાઈ રહ્યો છે, પરંતુ સમયાંતરે તેમાં ઘટાડાનો ટ્રેન્ડ નોંધાયો છે.

2015માં મોદી સરકારે એક ચોક્કસ સમયમર્યાદામાં તપાસ અને અહેવાલ રજૂ કરવાના હેતુથી એક ફ્રેમવર્ક ઈસ્યૂ કર્યું હતું. આ ફ્રેમવર્કનો હેતુ જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૂ. 50 કરોડથી વધુ રકમના કથિત કૌભાંડની તપાસ અને ઉકેલ લાવવાનો હતો. આ ફ્રેમવર્કની મદદથી બેન્કિંગ સિસ્ટમમાં અનેક પાયાના અને પ્રક્રિયાત્મક સુધારા કરવાનો તેમજ શંકાસ્પદ બેન્કિંગ વ્યવહારો પર કાબૂ રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આશા રાખીએ કે આગામી સમયમાં મોદી સરકારની આ પહેલ ખરા અર્થમાં પ્રજાના પૈસા બચાવતી બની રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.