Not Set/ અમદાવાદ શહેર બન્યું (આ)રોગ્ય નજક, પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

દેશભરમાં અને દુનિયભરમાં જ્યારે કોરોના વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે અને કોરોના પોતાનો કહેર વરસાવવા માટે ગુજરાતમાં પણ દસ્તક દઇ ચૂક્યો છે, ત્યારે ગુજરાતનાં વિકાસ મોડલનાં વિકસીત અને મેટ્રો સીટી અમદાવાદને (આ)રોગ્ય એ ઘેરી લીધું છે. શહેરમાં રોગચાળાએ જાણે માજા મુકી હોય તેવી રીતે માંદગીનાં ખાટલા ઘરે ઘરે ઉભરી રહ્યા છે. શરદી અને સિઝનલ તાવની […]

Ahmedabad Gujarat
rogchalo અમદાવાદ શહેર બન્યું (આ)રોગ્ય નજક, પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

દેશભરમાં અને દુનિયભરમાં જ્યારે કોરોના વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે અને કોરોના પોતાનો કહેર વરસાવવા માટે ગુજરાતમાં પણ દસ્તક દઇ ચૂક્યો છે, ત્યારે ગુજરાતનાં વિકાસ મોડલનાં વિકસીત અને મેટ્રો સીટી અમદાવાદને (આ)રોગ્ય એ ઘેરી લીધું છે. શહેરમાં રોગચાળાએ જાણે માજા મુકી હોય તેવી રીતે માંદગીનાં ખાટલા ઘરે ઘરે ઉભરી રહ્યા છે. શરદી અને સિઝનલ તાવની તો વાત જ નથી કરવામાં આવી રહી, આ વાત છે પાણી અને મચ્છરજન્ય રોગચાળોની.

જી હા, અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગત માસની જો વાત કરવામાં આવે તો. ઝાડા ઉલ્ટીના 378 કેસ, ટાઈફોઈડના 192, કમળાના 192, ડેન્ગ્યુના 79 અને ચિકનગુનિયાના 28 કેસ નોંધાયા છે. તો મેલેરિયાના 16 અને ઝેરી મેલેરિયાના પણ 16 કેસ નોંધાયા હતા. તે શીલશીલો હજુ પણ ચાલું હોવાનું સામે આવી રહ્યું છે અને જે રીતે બિમારીઓનો આંક વધી રહ્યો છે, તે જોતા રોગચાળા પર કાબુ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

શહેરમાં રોગચાળાનો રેલો
ઝાડા-ઉલ્ટી378
ટાઈફોઈડ192
કમળો192
ડેન્ગ્યુ79
ચિકનગુનિયા28
મેલેરિયા16
ઝેરી મેલેરિયા16

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.