બનાસકાંઠા/ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું

બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાં GPS ટ્રેકર લગાવીને જાસૂસી કરાતી હોવાનું સામે આવ્યુ છે.

Top Stories Gujarat Others
જાસૂસી
  • બનાસકાંઠા: સરકારી ગાડીઓનો જાસૂસી કાંડ
  • ખાણ-ખનીજ અને પોલીસની ગાડીઓની જાસુસી
  • ઓડિયો ક્લીપ દ્વારા સરકારી ગાડીઓના અપાતા લોકેશન
  • લોકેશન આપવા માટે ખનીજ માફિયાઓએ બનાવ્યું ગ્રુપ 

Banaskantha News: બનાસકાંઠામાં સરકારી ગાડીઓનો જાસૂસી કાંડ સામે આવ્યું છે. ખાણ ખનીજ અને પોલીસની ગાડીઓની જાસુસીનું ગ્રુપ બહાર આવ્યું છે. ઓડિયો ક્લીપમાં સરકારી ગાડીઓના લોકેશનની માહિતી આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અધિકારીઓની જાસૂસી કરવામાં આવતી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ખાણ ખનીજ વિભાગની કચેરીની સરકારી ગાડીને સતત ટ્રેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ ખાણખનીજ વિભાગે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વોટસએપ ગ્રુપના સ્ક્રીન શોટ અને ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ત્રણ દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ પકડાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે થઈ હતી ફરિયાદ. બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરી બેફામ બન્યા છે.

પંચમહાલ જિલ્લામાં પણ 5 શખ્શો અધિકારીઓની જાસૂસી કરતા હોવાની ખૂલ્યું હતું. જેમાં પણ ખનીજ માફિયાઓ અને ભૂ માફિયાઓ જ આ પ્રકારની જાસૂસી પ્રવૃત્તિ કરતા હોવાનું ખુલ્યું છે. જે માટે તપાસ શરુ કરાઈ છે. આ પહેલા અરવલ્લી જિલ્લાની બે જીપીએસ ટ્રેકર સરકારી ગાડીને લગાવેલા મળી આવ્યા હતા. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ