Not Set/ ગર્ભવતી પત્નીની સામે જ પિતાએ ઇન્ટરકાસ્ટના લીધે કરાઈ જમાઈની હત્યા, ૮ મહિના પહેલા કર્યા હતા લગ્ન

હૈદરાબાદ તેલંગાણામાં એક દિલ પીગળી જાય તેવી ઘટના સામે આવી છે. નાલગોંડામાં ૨૩ વર્ષીય યુવકની તેની ગર્ભવતી પત્ની સામે ઇન્ટરકાસ્ટ હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાના લીધે નાલગોંડામાં વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયું છે. આ આખી હત્યા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે જેમાં દેખાઈ રહ્યું છે કે ૨૩ વર્ષીય પ્રણયકુમાર તેની ૨૧ વર્ષીય […]

Top Stories India
crime ગર્ભવતી પત્નીની સામે જ પિતાએ ઇન્ટરકાસ્ટના લીધે કરાઈ જમાઈની હત્યા, ૮ મહિના પહેલા કર્યા હતા લગ્ન

હૈદરાબાદ

તેલંગાણામાં એક દિલ પીગળી જાય તેવી ઘટના સામે આવી છે. નાલગોંડામાં ૨૩ વર્ષીય યુવકની તેની ગર્ભવતી પત્ની સામે ઇન્ટરકાસ્ટ હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાના લીધે નાલગોંડામાં વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયું છે.

spqvqjrg

આ આખી હત્યા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે જેમાં દેખાઈ રહ્યું છે કે ૨૩ વર્ષીય પ્રણયકુમાર તેની ૨૧ વર્ષીય અમૃતા વર્ષીણી સાથે હોસ્પિટલમાં ભાર નીકળી રહ્યા હતા. આ દરમ્યાન એક માણસ આવીને પ્રણયને કુહાડીનો હમલો કરે છે. વારંવાર કુહાડીના ઘા ઝીન્કવાથી પ્રણયથી મોત તેની ગર્ભવતી પત્નીની સામે જ થઇ જાય છે.

આ ઘટના જોઇને અમૃતા બેભાન થઈને પડી જાય છે અને ત્યારબાદ તેને હોસ્પીટલમાં લઇ જવામાં આવે છે. અમૃતાએ પોલીસને જણાવ્યું કે તેના પતિની હત્યા તેના પિતા અને કાકાએ કરાવી છે. પ્રણયની કાસ્ટ અમૃતા કરતા જુદી હતી આથી તેમના લગ્નનો વિરોધ બધા કરતા હતા અને સાથે ક બાળકને મારી નાખવા માટે પણ મજબુર કરી રહ્યા હતા. અમૃતાએ કહ્યું હતું કે પ્રણય ઘણા સારા માણસ હતા અને તેઓ મારું ઘણું ધ્યાન રાખતા હતા. જયારે તે પ્રેગ્નન્ટ થઇ હતી ત્યારથી પ્રણય તેને નજરોની સામેથી ખસવા દેતા નહતા. પ્રણયનું સંતાન જ અમારુ ભવિષ્ય છે. લોકો આજની તારીખમાં પામ કેમ ઇન્ટરકાસ્ટમાં આટલું બધું મને છે તે મને ખબર નથી પડતી આટલું કહેતા કહેતા અમૃતા રડી પડી  હતી.

પોલીસે આ મામલે અમૃતાના પિતા મારુતિ ગાવ અને કાકા શ્રવણની ધરપકડ કરી છે.

તમને જણાવી દઈએ કે એક બાજુ આપણે આધુનીકરણને અપનાવી રહ્યા છીએ જયારે ભારતમાં ઘણા એવા લોકો પણ છે જે લોકો આજની તારીખમાં પણ પોતાના વિચાર બદલવા તૈયાર નથી. પ્રણય અને અમૃતા સ્કુલ સમયથી એકબીજાને ઓળખતા હતા.

હજુ ૮ મહિના પહેલા જ તેમણે લગ્ન કર્યા હતા. પ્રણય અને અમૃતાની કાસ્ટ અલગ હતી તેમ છતાં પ્રણયના ઘરના લોકોને કોઈ વાંધો નહોતો જયારે અમૃતાના પિતા અને કાકાએ ભેગા મળીને ગર્ભવતી અમૃતાની સામે તેના પતિની હત્યા કરવી દીધી.