ગુજરાત/ સરકારની મોટી જાહેરાત, ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને મળશે ટેબલેટ

ગુજરાતમાં ધોરણ-12 ઉત્તીર્ણ કરીને કોલેજમાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓને સુવિધા આપવા હેતુ સરકાર દ્વારા રૂ.1 હજારના તદન ટોકનદરે ટેબલેટ આપવાની યોજના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે અમલી બનાવી છે.

Top Stories Gujarat Others
11 59 સરકારની મોટી જાહેરાત, ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને મળશે ટેબલેટ
  • ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને ટેબલેટ આપાવની યોજના
  • સરકારે વિદ્યાર્થીઓની સુવિધા માટે યોજનાની કરી જાહેરાત
  • વહીવટીતંત્ર દ્વારા બે વર્ષ પછી પણ હજી ટેબલેટ મળ્યા નથી
  • રૂ.1 હજાર લઇને વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની છે યોજના
  • કોલેજમાં પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ મળતો નથી
  • ટેબલેટ અપાતા નથી કે રકમ પણ પરત અપાતી નથી
  • વિદ્યાર્થીઓ પૂછી રહ્યાં છે ટેબલેટ ક્યારે મળશે ?

ગુજરાતમાં ધોરણ-12 ઉત્તીર્ણ કરીને કોલેજમાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓને સુવિધા આપવા હેતુ સરકાર દ્વારા રૂ.1 હજારના તદન ટોકનદરે ટેબલેટ આપવાની યોજના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે અમલી બનાવી છે. પરંતુ બે વર્ષથી કોલેજના અનેક વિદ્યાર્થીઓ ટોકન દર ભર્યા પછી પણ ટેબલેટ મેળવવાથી આજની સ્થિતિએ વંચિત રહ્યાં છે.

11 61 સરકારની મોટી જાહેરાત, ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને મળશે ટેબલેટ

આ પણ વાંચો – મોટા સમાચાર / ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ છતાં વરસાદ ખેંચાયો, ખેડૂતો બન્યા ચિંતાતુર

ગુજરાતમાં ઇજનેરી ડિગ્રી -ડિપ્લોમા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે મુખ્યુપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકારે ટેકનોલોજી સાથે તાલ મિલાવવા હેતુ ટેબલેટ યોજના અમલમાં મૂકી છે. યોજના મુજબ વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાં રૂ.1 હજાર ડિમાન્ડડ્રાફ્ટથી ભરીને ટેબલેટ પ્રાપ્ત કરી શકશે. વર્ષ-2019 થી આજદિન સુધી કોલેજના અનેક વિદ્યાર્થીઓ રૂ.1 હજાર ભર્યા પછી પણ ટેબલેટ સુવિધાથી વંચિત રહ્યાં છે.  આ અંગે કોલેજ-યુનિવર્સિટી અને નોલેજ કોનસર્ટિયમ વચ્ચે સંતાકૂકડીની રમત રમાય રહી છે.

11 60 સરકારની મોટી જાહેરાત, ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને મળશે ટેબલેટ

આ પણ વાંચો – વધુ એક સિદ્ધિ? / દુનિયાને કોરોના મહામારીમાં ધકેલતા ચીને ‘Sky Train’ કરી તૈયાર, જુઓ Photos

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમાં યોજના અમલમાં મૂક્યા પછી વહીવટીતંત્ર પછી તે કોલેજ – યુનિવર્સિટી કે નોલેજ કોન્સર્ટિયમ કોઇપણ હોય વિદ્યાર્થીદીઠ રૂ.1 હજાર ટેબલેટના લીધા પછી પણ હજારો વિદ્યાર્થીઓ ટેબલેટ વંચિત છે..એટલુ જ નહીં વિદ્યાર્થીઓ ટેબલેટ નહીં આપી શકાય તો રૂ.1 હજાર આપેલા પરત માગે છે તો કોઇપણ ઓથોરીટ વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબ આપતા નથી. ત્યારે ટેબલેટ આપનારી એજન્સી અંગે સરકાર તપાસ કરાવી ઓથોરીટીને આદેશ કરી વિદ્યાર્થીઓને ટેબલેટ અપાવે એવી લાગણી વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે. હાલ તો વિદ્યાર્થીઓ એક જ સવાલ પૂછી રહ્યાં છે..કે ટેબલેટ ક્યારે મળશે?  આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓને ક્યારે મળશે ?