ગુજરાત/ અમદાવાદમાં SP રીંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ થયુ ધરાશાયી

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ફ્લાઇ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ છે. બ્રિજનું કામ હજુ અધુરુ છે ત્યારે એક ખરાબ સમાચાર શહેરનાં સરદાર પટેલ રિંગ રોડ પરથી આવી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ બ્રિજ ધરાશાયી
  • અમદાવાદમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટના
  • SP રીંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી
  • મહંમદપુરા ચોકડી નજીક બ્રિજનો ભાગ ધરાશાયી
  • અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનો ભાગ થયો ધરાશાયી
  • બ્રિજ નિર્માણાધીન હોવાથી કોઈ જાનહાનિ નહીં

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ફ્લાઇ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ છે. બ્રિજનું કામ હજુ અધુરુ છે ત્યારે એક ખરાબ સમાચાર શહેરનાં સરદાર પટેલ રિંગ રોડ પરથી આવી રહ્યા છે. જ્યા નિર્માણધીન બ્રિજનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનાં અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા છે.

આ પણ વાંચો – રીલ બનાવી સર્જ્યો રેકોર્ડ ! / મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે

આપને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરનાં સરદાર પટેલ રીંગ રોડ પર મહમદપુરા ચોકડી પાસે એક નિર્માણીધીન ફલાઇ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જો કે આ સદનસીબે ઘટના સમયે કોઇ આ બ્રિજ નીચે નહોતુ, નહીતો મોટી જાનહાની થઇ શકતી હતી. જો કે હા ઘટના સમયે બ્રીજ પર 5 જેટલા મજૂરો હતા, પરંતુ આ તમામ મજૂરોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. આ બ્રિજનું હજુ કામ ચાલી જ રહ્યું હતું ત્યાં જ આ બ્રિજનો ભાગ તૂટી પડતા આ બ્રિજની કામગીરી સામે હવે સવાલો ઉભા થઇ રહ્યા છે. વળી જો આ ઘટના કેવી રીતે બની તેના પર ધ્યાન દોરવામાં આવે તો આ નિર્માણાધીન ફ્લાયઓવર બ્રીજનું કેબલ કામ કરવામાં આવી રહ્યું હતું જે દરમિયાન આ ઘટના ઘટી હતી. નિર્માણાધીન બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી ગયો છે. ઘટના દરમિયાન 5 મજૂરો આ બ્રિજ પર કામ કરી રહ્યા હતા, જો કે આ ઘટનામાં કોઈ જાનહાની ન થયાનાં હાલ સમાચાર મળી રહ્યાં છે.

આ પણ વાંચો – બ્રિટિશ કોર્ટ / દુબઇના કિંગ શેખ મોહમ્મદને બ્રિટિશ કોર્ટનો તલાક મામલે આદેશ પૂર્વ પત્નીને આટલા રૂપિયા આપવા પડશે,સૌથી મોંઘા છૂટાછેડા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ છે. જ્યારે આ SP રિંગ રોડ પર મહમદપુરી ચોકડી પાસે આવેલા આ બ્રિજ પાસેેથી દિવસ દરમ્યાન ઘણા લોકો પસાર થતા હોય છે, જો આ બ્રિજ દિવસ દરમ્યાન ધરાશાયી થયો હોત તો કેટલી મોટી દુર્ઘટના સાબિત થઇ શકતી હતી. જો કે હવે આ નિર્માણાધીન બ્રિજનાં ધરાશાયી થવાથી લોકોમાં અન્ય બ્રિજને લઇને પણ એક રીતે ગભરાહટ થાય તે સ્વાભાવિક છે. ત્યારે હવે જોવાનુ રહેશે કે આ નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા પાછળ કયા કારણો છે. શું આ કામ માટે ગુણવત્તા પર ધ્યાન નથી દોરવામાં આવ્યુ? આવા અનેકો સવાલો હવે ઉભા થઇ રહ્યા છે, જેનો જવાબ તંત્ર દ્વારા ક્યારે આપવામાં આવશે તે હવે જોવુ રહ્યુ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…