Not Set/ CM રુપાણીએ ઇઝરાયેલમાં આવેલી અગ્રણી એગ્રો કંપનીની લીધી મુલાકાત

તેલ અવીવ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 6 દિવસ માટે ઇઝરાયેલનાં પ્રવાસે છે, ત્યારે આ દરમિયાન તેઓએ ઇઝરાયેલમાં આવેલા અગ્રણી એગ્રો કંપનીની મુલાકાત લીધી હતી. સાથે જ રૂપાણીએ સિંચાઇ પદ્ધતી અને ગ્રીન હાઉસ એગ્રો ટેક્નોલોજી માટે નેટાફિમની મુલાકાત લઇને ઇઝરાયેલની ખેતી, પાક અને સિંચાઇ ટેક્નોલોજી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. Visited Netafim, an Israeli irrigation solution […]

Ahmedabad Gujarat
DgsHvBPX4AE 3AL CM રુપાણીએ ઇઝરાયેલમાં આવેલી અગ્રણી એગ્રો કંપનીની લીધી મુલાકાત

તેલ અવીવ,

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 6 દિવસ માટે ઇઝરાયેલનાં પ્રવાસે છે, ત્યારે આ દરમિયાન તેઓએ ઇઝરાયેલમાં આવેલા અગ્રણી એગ્રો કંપનીની મુલાકાત લીધી હતી. સાથે જ રૂપાણીએ સિંચાઇ પદ્ધતી અને ગ્રીન હાઉસ એગ્રો ટેક્નોલોજી માટે નેટાફિમની મુલાકાત લઇને ઇઝરાયેલની ખેતી, પાક અને સિંચાઇ ટેક્નોલોજી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

ડિજિટલ ફાર્મિંગ દ્વારા ગુજરાતના કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને ગુજરાતનાં ખેડૂતને સમૃદ્ધ કરવા માટેની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ઇઝરાયેલની વિવિધ ટેક્નોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ્સની મુલાકાત લીધી હતી. જેમાં સૌ પ્રથમ તેમણે સુએઝ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

CM રુપાણીએ ઇઝરાયેલનાં સૌથી મોટા શેફેડનાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તથા તેની કામગીરીની પદ્ધતી અંગે પણ નિરિક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ઇઝરાયેલમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર મેકોરેટનાં સંચોલકો અને તેનાં અધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજી અંગે ચર્ચા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ,હાલમાં જળ સંચયઅને વોટર મેનેજમેન્ટ બાબતે સમગ્ર દેશનાં વિવિધ રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું હતું. સરદાર સરોવર હોય કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ગુજરાતની પ્રજા અને સરકારે જાગૃત રીતે પાણી સંચયની જવાબદારી ઉઠાવી લીધી હતી.