Not Set/ કૃષી કાયાદાનો અમલ થવા દે, વાંધા જનક લાગે તો પછી કહે જો – કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા

દેશભરમાં ખેડૂતો સુધારેલા કૃષી કાયદાને રદ્દ કરવાની જીદ સાથે છેલ્લા 16 દિવસથી આંદોલન કરી રહ્યા છે. જો કે, કૃષી કાયદાનો વિરોધ ઉત્તર ભારત અને ખાસ કરીને પાંજાબ – હરિયાણાનાં ખેડૂતોમાં વધુ જોવામાં આવી રહ્યો

Top Stories Gujarat Others
rupal કૃષી કાયાદાનો અમલ થવા દે, વાંધા જનક લાગે તો પછી કહે જો - કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા

દેશભરમાં ખેડૂતો સુધારેલા કૃષી કાયદાને રદ્દ કરવાની જીદ સાથે છેલ્લા 16 દિવસથી આંદોલન કરી રહ્યા છે. જો કે, કૃષી કાયદાનો વિરોધ ઉત્તર ભારત અને ખાસ કરીને પાંજાબ – હરિયાણાનાં ખેડૂતોમાં વધુ જોવામાં આવી રહ્યો છે, જ્યારે મધ્ય ભારતમાં આંશીક અને પૂર્વોત્તર ભારતમાં શરુઆતી જોવામાં આવી રહ્યો છે. ગુજરાત સહિત અનેક રાજ્યો ખાસ કરીને દક્ષિણનાં રાજ્યમાં ખેડૂત કાયદાનો વિરોધ એટલો નથી જોવામાં આવ્યો જેટલો દિલ્હીમાં પાંજાબ – હરિયાણાના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Winter / શું તમે જાણો છો શિયાળાની સવારે કેમ પડે છે ઝાકળ…

Farmers' protest in Delhi: As numbers swell, committees to manage crowd,  stage, funds and food | Cities News,The Indian Express

કૃષી કાયદા મામલે  કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે અને ખેડૂત મુદ્દે પુરૂષોત્તમ રૂપાલા દ્વારા  કહેવામાં આવ્યું છે કે, આંદોલનની ગતિવિધીઓમાંથી દેશના ખેડૂતો બહાર આવે. પુરૂષોત્તમ રૂપાલાએ ખેડૂતોને અપીલ કરી છે કે, દેશનાં ખેડૂતોએ સુધારેલા કૃષી કાયદાનો અમલ થવાની રાહ જોવાની જરૂર છે. એક વખત અમલમાં આવશે ત્યારે જ તો સારી ખબર પડશે કે આ ફાયદા કારક છે કે નુકસાન કારક છે. અમલ થયા પછી એવું લાગે કે આ નુકસાન કારક જણાય છે, તો પછી ખેડૂતોએ સરકારને કહેવું જોઈએ.

Agricultural Bills / આખરે ખેડૂત આંદોલન એક નાની માછલીની મોટી માછલી સામેની લડાઈની&#…

Farmers at Delhi borders: Why protest over farm bills may end with mere  assurance - News Analysis News

આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે મોદી સરકાર દ્વારા અનેક વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. અત્યાર સુધી મોદી સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં રૂ.95,000 કરોડ જમા કરાવ્યા છે. અને તે સમયે ખેડૂતોએ કોઈ વિરોધ કર્યો નથી. ખેડૂતોની ચીજમાં ક્યારેય ભાવમાં વધારો થયો હોય તેવુ નથી. ખેડૂતોએ કાયદાનો અમલ થવાની રાહ જોવાની જરૂર છે. અમલ થયા પછી એવું લાગે તો સરકારને કહેવું જોઈએ.

POLITICAL / ખેડૂતોને લઇને રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ – હજુ કે…

Ready for Written Assurance on MSP, Says Govt Ahead of Fifth Round Talks;  Farmers Call Bharat Bandh on Dec 8

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતુ કે, સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળી ઉકેલ લાવવાના પ્રયાસ કરી રહી છે. કૃષિ કાયદાઓથી ખેડૂતોને કોઇ નુક્શાન નહીં થાય તેની ખાતરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. જ્યારે સરકાર ખેડૂતો સાથે સતત વાતચીત કરી રહી છે, ત્યારે ખેડૂતો પીએમ મોદી પર વિશ્વાસ રાખે. ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ મોદી સરકાર દ્વારા લાવવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…