Not Set/ વડોદરા/ નેગેટીવ હોવ છતા યુવકને કોરોના વોર્ડમાં કરી દીધો દાખલ, બે દિવસ બાદ થયું મૃત્યુુ, પછી થયું આવું..

વડોદરામાં એસએસજી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. એસએસજી હોસ્પિટલની મોટી બેદરકારીને કારણે શહેર સહિત સમગ્ર રાજ્યનાં લોકોમા રોષ જોવામાં આવી રહ્યો છે. જી હા, લોકો રીતસરનો એસએસજી હોસ્પિટલ પર ફિટકાર વરસાવી રહ્યા છે અને બેદરકારી પણ આવી જ મોટી છે.  જી હા, વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલતાં અંધેર વહીવટનો જીવતો પુરાવો સામે આવ્યો છે. કોરોના ન હોવા છતાં યુવકને કોરોનાનો […]

Gujarat Vadodara
0233385ab683d58490a029ce8c380cc2 વડોદરા/ નેગેટીવ હોવ છતા યુવકને કોરોના વોર્ડમાં કરી દીધો દાખલ, બે દિવસ બાદ થયું મૃત્યુુ, પછી થયું આવું..

વડોદરામાં એસએસજી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. એસએસજી હોસ્પિટલની મોટી બેદરકારીને કારણે શહેર સહિત સમગ્ર રાજ્યનાં લોકોમા રોષ જોવામાં આવી રહ્યો છે. જી હા, લોકો રીતસરનો એસએસજી હોસ્પિટલ પર ફિટકાર વરસાવી રહ્યા છે અને બેદરકારી પણ આવી જ મોટી છે. 

જી હા, વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલતાં અંધેર વહીવટનો જીવતો પુરાવો સામે આવ્યો છે. કોરોના ન હોવા છતાં યુવકને કોરોનાનો દર્દી જાહેર કર્યો અને યુવકને કોરોના વોર્ડમાં ફરજીયાત રીતે ભરતી કરી દેવામાં આવ્યો હતો. યુવકનું કોરોના વોર્ડમાં બે દિવસમાં મૃત્યુ થયું. યુવકના મૃત્યુ પહેલા દાખલ કરવા સમયે કરવામાં આવેલ રિપોર્ટ યુવકના મૃત્યુ બાદ આવ્યો અને તે પણ નેગેટિવ આવ્યો છે. 

હોસ્પિટલ તંત્રએ મૃત્યુનાં બે દિવસ બાદ કોરોનાનો રિપોર્ટ જાહેર કર્યો છે. કોરોના ન હોવા છતા પરિવારને ન મૃતદેહ પણ સોંપવામાં આવ્યો નહીં. હોસ્પિટલ તંત્રએ બારોબાર મૃતદેહની અંતિમવિધિ કરી નાખી. સયાજી હોસ્પિટલ તંત્ર સામે કાર્યવાહીની માંગ સાથે મૃતક યુવકના પરિવારજનો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ફરિયાદ – તપાસ – કાર્યવાહી તો રાબેતા મુજબ થશે અને ગુનેગારોને સજા થાય કે કેમ તે તો ભવિષ્ય જ કહેશે. પરંતુ હોલ વિના કારણે હોસ્પિટલની બેદરકારીને કારણે યુવકે જીવ ગુમાવ્યો તે હકીકત છે. 

કઈ હોસ્પિટલની બેદરકારી આવી સામે

Posted by Mantavya on Saturday, 29 August 2020

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews