Not Set/ કોરોનાથી તો કદાચ બચી જાશો પણ આ હોસ્પિટલનાં બીલ જરુર મારી નાખશે…

કોરોના ફક્ત જીવલેણ જ નથી, પરંતુ કોરોના લોકોને જીવવાની સ્થિતિ પણ નથી રહેવા દેતો. જી હા, કોરોનાનાં કહેરથી તો લોકો ડરી જ રહ્યા છે પણ જો કોરોના પોઝિટિવ આવશે તો હોસ્પિટલમાં જગ્યા મળશે કે કેમ અને હોસ્પિટલનાં બિલ એટલે કે કોરોનાનાં કારણે થતા સારવારનાં ખર્ચથી પણ લોકો થરથર કાપી રહ્યા છે તેવી એક કરતા અનેક […]

Gujarat Rajkot
6b7bc06c5ca9ab0aa9c5c0b86cd0a7c8 કોરોનાથી તો કદાચ બચી જાશો પણ આ હોસ્પિટલનાં બીલ જરુર મારી નાખશે...

કોરોના ફક્ત જીવલેણ જ નથી, પરંતુ કોરોના લોકોને જીવવાની સ્થિતિ પણ નથી રહેવા દેતો. જી હા, કોરોનાનાં કહેરથી તો લોકો ડરી જ રહ્યા છે પણ જો કોરોના પોઝિટિવ આવશે તો હોસ્પિટલમાં જગ્યા મળશે કે કેમ અને હોસ્પિટલનાં બિલ એટલે કે કોરોનાનાં કારણે થતા સારવારનાં ખર્ચથી પણ લોકો થરથર કાપી રહ્યા છે તેવી એક કરતા અનેક જગ્યાઓએથી વિગતો સામે આવે છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાંથી અને લોકો કહી રહ્યા છે કે કોરોના મારે કે ન મારે હોસ્પિટલના બીલ જરૂર મારી નાખશે લોકોને.

જા હા, રાજકોટમાં ખાનગી હોસ્પિટલનું બિલ વાયરલ થયું છે. 15 દિવસનો ચાર્જ અધધધ 4 લાખ રૂપિયાનો હોવાનું વાઇરલ બીલ પરથી સામે આવી રહ્યું છે. 15 દિવસની લેબોલેટરીનો ચાર્જ 1 લાખથી વધારે છે. જેમાં કોવિડ ટેસ્ટના માત્ર 3 હજાર રૂપિયા જ છે. 80 ફૂટ રોડ પરની નિલકંઠ કોવિડ હોસ્પિટલનું બિલ વાયરલ થતા સમગ્ર રાજ્યમાં કોરોનાનાં કારણે હોસ્પિટલનો કતલખાના સમો ચહેરો ઉજાગર થતા ચકચાર વ્યાપી જવા પામ્યો છે. 

સમગ્ર ઘટના મામલે જો કે, પ્રાંત અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે અને પ્રાંત અધિકારી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, સમગ્ર મામલે તપાસ કરાશે. તપાસ તો કરાશે પણ પગલા લેવાશે કે કેમ ? બસ આવા જ પ્રશ્નોનાં કારણે પ્રજાનું મન પ્રશાસનની વિમુખ જતું જોવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews