Report/ ગુજરાતમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની 12,049 ફરિયાદ મળી,વિધાનસભામાં તકેદારી આયોગનો રિર્પોટ રજૂ કરાયો

રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની અરજીમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં ગેરરીતિ અને ભ્રષટાટારની 12,049 અરજીઓ મળી છે

Top Stories Gujarat Breaking News
1 11 ગુજરાતમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની 12,049 ફરિયાદ મળી,વિધાનસભામાં તકેદારી આયોગનો રિર્પોટ રજૂ કરાયો
  • વિધાનસભા ગૃહમાં મુકાયો તકેદારી આયોગનો રિપોર્ટ
  • ગેરરીતિ અને ભ્રષ્ટાચાર અંગે તકેદારી આયોગનો રિપોર્ટ
  • ગુજરાતમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની 12,049 અરજીઓ મળી
  • ગેરરીતિ અને ભ્રષ્ટાચારની અરજીઓમાં શહેરી વિકાસ વિભાગ મોખરે
  • બીજા ક્રમે મહેસુલ વિભાગ અને ત્રીજા ક્રમે પંચાયત વિભાગ
  • રાજ્યમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની રોજ સરેરાશ 33 અરજીઓ મળી

ગુજરાત વિધાનસભામાં તકેદારી આયોગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની અરજીમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં ગેરરીતિ અને ભ્રષટાટારની 12,049 અરજીઓ મળી છે. ગુજરાતમાં સૌથી વધારે ભ્રષ્ટાચારની અરજીઓ શહેરિ વિકાસ વિભાગ માટે મળી છે. જયારે બીજા ક્રમે મહેસૂલ વિભાગ અને ત્રીજા ક્રમે પંચાયત વિભાગ માટે મળી છે. એક સરેરાશ પ્રમાણે રાજયમાં 33 અરજીઓ મળી  રહી છે.

ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારના કેસો રાજ્યમાં દિન-પ્રતિદિન વધી રહ્યા છે, શહેરી વિકાસ વિભાગ પહેલા ક્રમે ભ્રષ્ટાચારના કેસમાં મોખરે છે. સરકારી વિભાગોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના સ્પષ્ટ નિર્દેશ હોવા છંતા પણ સરકારી વિભાગમાં ભ્રષ્ટાચારમાં વ્યાપક વધારો જોવા મળી રહ્યો છે.