Not Set/ ઇડર/ જીઇબીની ઘોર બેદરકારીને કારણે રતનપુર મુકામે યુવાનનું કરંટ લાગતા મોત

ઇડરના રતનપુર ગામ ખાતે જીઈબીમા એપ્રેન્ટીસ  તરીકે કામ કરતા યુવાનનુ કરંટ લાગતા મોત નીપજ્યું છે. ઈડર તાલુકાના રતનપુર ગામ ખાતે જીઈબી દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જીઈબીમા એપ્રેન્ટીસ કરતો રતનપુર ગામનો આશાસ્પદ યુવાન થાંભલા પરથી કરંત લગતા નીચે પટકાયો હતો. પ્વીરાપ્જત માહિતી અનુસાર   કામગીરી દરમિયાન વીજ વાયરને અડી જતા યુવાનને કરંટ લાગતા થાંભલા […]

Gujarat Others
idar ઇડર/ જીઇબીની ઘોર બેદરકારીને કારણે રતનપુર મુકામે યુવાનનું કરંટ લાગતા મોત
ઇડરના રતનપુર ગામ ખાતે જીઈબીમા એપ્રેન્ટીસ  તરીકે કામ કરતા યુવાનનુ કરંટ લાગતા મોત નીપજ્યું છે. ઈડર તાલુકાના રતનપુર ગામ ખાતે જીઈબી દ્વારા મેઈન્ટેનન્સની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જીઈબીમા એપ્રેન્ટીસ કરતો રતનપુર ગામનો આશાસ્પદ યુવાન થાંભલા પરથી કરંત લગતા નીચે પટકાયો હતો.
પ્વીરાપ્જત માહિતી અનુસાર   કામગીરી દરમિયાન વીજ વાયરને અડી જતા યુવાનને કરંટ લાગતા થાંભલા પરથી નીચે પડી ગયો હતો.  હેવી પાવરવાળી વીજ લાઇનના કારણે કરંટ લાગવાથી યુવાનનુ સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયુ હતુ .ઘટનાની જાણ થતા જીઈબીના અધિકારીઓ અને પોલીસ સ્થળ પર પહોંચી યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે ઈડર હોસ્પિટલમા મોકલી આપી  હતી.
આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આ ઘટનામા ચાલુ વીજલાઇનમા મેઈન્ટેનન્સનુ કામ એપ્રેન્ટીસવાળા યુવક પાસે કરાવતા આ ગંભીર ઘટના બની હતી. જેમા જીઇબીની ઘોર બેદરકારી સામે આવી છે જેથી એક ગરીબ પરિવારે પોતનો યુવાન દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન