ગુજરાત/ કાફે, હોટલ અને બેકરીનું ખાવાના શોખીનો સાવધાન પફમાંથી નીકળ્યો વંદો !

શહેરમાં પોશ વિસ્તારમાં આવેલ એક કાફેશોપમાંથી ખાવાની સામગ્રીમાંથી વંદો નીકળ્યો. આ ઘટના ઇલોરપાર્કમાં આવેલી મિસ્ટર પફમાં બનવા પામી.

Top Stories Gujarat
Beginners guide to 2024 06 01T153531.337 કાફે, હોટલ અને બેકરીનું ખાવાના શોખીનો સાવધાન પફમાંથી નીકળ્યો વંદો !

વડોદરા : શહેરમાં પોશ વિસ્તારમાં આવેલ એક કાફેશોપમાંથી ખાવાની સામગ્રીમાંથી વંદો નીકળ્યો. આ ઘટના ઇલોરપાર્કમાં આવેલી મિસ્ટર પફમાં બનવા પામી. મિસ્ટર પફમાં એક ગ્રાહકે ખાવા માટે પફનો ઓર્ડર આપ્યો. જયારે તેની સામે એક પ્લેટમાં પફ મૂકવામાં આવ્યો અને ખાવા ગયો કે તરત જ તેમાંથી વંદો નીકળ્યો. ગ્રાહક પણ આ જોઈ ડઘાઈ ગયો. મિસ્ટર પફમાં ઓર્ડર કરેલા પફમાં વંદો નીકળતા જાગૃત ગ્રાહકે તેનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં મૂક્યો.
શહેરની લોકપ્રિય કાફે હોટલ મિસ્ટર પફમાં વંદો નીકળવાની ઘટના સોશિયલ મીડિયા અને ચેનલોમાં વાયરલ થઈ છે. આ ઘટનાની વિગત મુજબ ઇલોરપાકમાં આવેલ મિસ્ટર પફમાં એક ગ્રાહક પંહોચ્યો. આ ગ્રાહકને ભૂખ લાગતા તેણે પફનો ઓડર્ર આપ્યો. જ્યારે ગ્રાહક પાસે તેના ઓર્ડર કરાયા મુજબ પફ આવે છે. પરંતુ જ્યારે તે ખાવા જાય તે પહેલા જ ઓર્ડર કરાયેલ પફમાંથી વંદો નીકળતા ગ્રાહક નારાજ થઈ જાય છે. વંદો નીકળતા ગ્રાહકે વિડીયો શૂટ કર્યો. ગ્રાહક વીડિયો શૂટ કરતા દુકાનદાર પણ ગુસ્સે થાય છે. અને બંને વચ્ચે આ મામલે માથાકૂટ કરે છે. દુકાનદાર અને ગ્રાહક વચ્ચેની બબાલનો મામલો પોલીસ સ્ટેશને પંહોચે છે.

લોકોમાં આજકાલ હોટલ, રેસ્ટોરન્ટ અને કાફેમાં ખાવાનું ચલણ વધ્યું છે. કહી શકાય કે અઠવાડિયાના 2થી વધુ દિવસ લોકો ઘરની બહારનું ભોજન લેતા હશે. હાલમાં જાણીતી ફ્રેન્ચાઈઝી મિસ્ટર પફમાં વંદો નીકળવાની ઘટના બની. અગાઉ પણ રાજ્યમાં પિઝ્ઝા ફ્રેન્ચાઈઝી અને હોટલોમાં જીવતા નિકાળવાના કિસ્સા સામે આવ્યા છે. બહારનું ખાવાનું સ્વાસ્થ્ય માટે unhealthy હોવાનું જાણવા છતાં લોકો આવી ઘટનાઓ ક્ષણવારમાં ભૂલી જાય છે. મિસ્ટરપફના પફમાં વંદો નીકળવાની ઘટના સોશિયલ મીડિયામાં ગ્રાહક દ્વારા વાયરલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ આ બાબતે વધુ તપાસ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના