Not Set/ નામશેષ થઇ રહેલી ગુજરાત કોંગ્રેસનાં વધુ એક નેતાની નારાજગી સામે આવી, જાણો કોણે ટ્ટવીટનાં માધ્યમથી ઠાલવ્યો ઉભરો !

ગુજરાતમાં કોંગ્રેસની હાલત પહેલેથી જ ખસ્તા છે અને નામશેષ થવા તરફ ગતી કરતી કોંગ્રેસ પાસે પહેલેથી જ સનિષ્ઠ અને સમર્પિત કાર્યકરોની કમી છે. આ કમી હોવાનું જીવંત ઉદ્દાહરણ સામે આવી રહ્યું છે. અને કોંગ્રેસનાં એક આક્રમક અને યુવા નેતા દ્વારા કોંગ્રેસનાં આંતરીક રાજકારણ, અને કદાચ આતંરીક રાજકારણ કરતા પણ, ટાટીયા ખેંચ કે અરાજકતાથી કંટાળી પોતાનો […]

Top Stories

ગુજરાતમાં કોંગ્રેસની હાલત પહેલેથી જ ખસ્તા છે અને નામશેષ થવા તરફ ગતી કરતી કોંગ્રેસ પાસે પહેલેથી જ સનિષ્ઠ અને સમર્પિત કાર્યકરોની કમી છે. આ કમી હોવાનું જીવંત ઉદ્દાહરણ સામે આવી રહ્યું છે. અને કોંગ્રેસનાં એક આક્રમક અને યુવા નેતા દ્વારા કોંગ્રેસનાં આંતરીક રાજકારણ, અને કદાચ આતંરીક રાજકારણ કરતા પણ, ટાટીયા ખેંચ કે અરાજકતાથી કંટાળી પોતાનો ઉભરો ટ્વીટરનાં માધ્યમથી ઠાલવવામાં આવ્યો છે.

જી હા, ગુજરાત કોંગ્રેસમાં અને ખાસ કરીને મેગાસીટી અમદાવાદમાં હાલની કોંગ્રેસનાં પયાનાં પથ્થર સમા યુવા કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર દ્વારા ટ્વીટનાં માધ્યમથી કોંગ્રેસમાંથી કંટાળી રાજનીતિમાંથી વિદાય લેવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષનાં જાતિવાદી રાજકારણથી કંટાળ્યા હોવાનાં કારણે ટ્વીટર પર પોસ્ટ કરી પોતાનો ઉભરો ઠાલવતા જયરાજસિંહ પરમાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘જાહેરજીવન-પક્ષની રાજનીતિથી થાકયો છું’, અને હવે ‘વિરામની જરૂર હોય તેવું લાગી રહ્યું છે’ ‘જય માતાજી…’

આપણ વાંચો : અમરેલીમાં રાજકીય ઉથલ પાથલનાં એંધાણ, શું ફરી થશે પક્ષ પલટો ?

આમ કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી સામે આવી છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહે ટ્વીટના માધ્યમથી નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ફરી એક સવાલ થઇ રહ્યો છે કે, નામશેષ થવા તરફ ગતી કરી રહેલી ગુજરાત કોંગ્રેસ જો આજ રીતે ગતી કરશે તો ગુજરાતમાં એક હતી કોંગ્રેસ” જેવો ક્યાસ જોવા મળતા વાર લાગશે નહીં.

આપને જણાવી દઇએ કે, ગુજરાત કોંગ્રેસનાં અનેક નેતા દ્વારા કોંગ્રેસને પૂર્વે પણ બાય બાય કેહવામાં આવ્યું હતું અને હાલામાં જ કોંગ્રેસનાં આહિર સમાજનાં અને અમરાલી જીલ્લાનાં રાજૂલાનાં કોંગ્રેસી ધારાસભ્ય અબંરીશ ડેરની હોસ્પીટલનાં ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બનેંની હોજરીથી અમરેલીનું રાજકારણ ગરમાયું હતું અને કોંગ્રેસનાં કાંગરા વધું એક વખત ખરતા જોવામાં આવશે તેવી અટકળો વહેતી થઇ હતી. ત્યારે અમરેલી બાદ અમદાવાદમાં પણ કોંગ્રેસનાં કાંગરા ખરાતા જોવામાં આવી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો