Political/ ચૂંટણીમાં ઉમેદવારી માટે BJPનાં નવા માપદંડ વડોદરામાં અનેક નેતાઓને પડશે ભારે, જાણો કોને-કોને નહિ મળે ટીકીટ

ઉમેદવારી માટે ભાજપનાં નવા માપદંડ વડોદરામાં અનેક નેતાઓને પડશે ભારે, જાણો કોને-કોને નહિ મળે ટીકીટ

Top Stories Gujarat Vadodara
ગાઝીપુર 10 ચૂંટણીમાં ઉમેદવારી માટે BJPનાં નવા માપદંડ વડોદરામાં અનેક નેતાઓને પડશે ભારે, જાણો કોને-કોને નહિ મળે ટીકીટ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે દરેક પાર્ટી જીતવા માટે કમરતોડ મહેનત પણ કરી રહી છે. ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આ ચૂંટણીમાં ઉમેદવારો માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. ભાજપના આ નવા માનક સ્થાભ જેવા માપદંડ ભાજપના અનેક નેતાઓ ઉપર ભારે પડી શકે છે.

વડોદરા ખાતે મનપા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે ત્યારે અનેક નેતાઓ પોતાના માટે અથવા પોતાના સગા-વ્હાલાં માટે ટીકીટ લેવા ઉત્સુક બન્યા છે. ત્યારે ભાજપે નવા માપદંડ લાગુ કરી આવા નેતાની આશા ઉપર પાણી ફેરવી દીધું છે.

આ નવા માપદંડ અનુસાર ભાજપનાં 14 સીટીંગ કાઉન્સિલર આપોઆપ આઉટ થઇ રહ્યા છે. 60 વર્ષનાં માપદંડ પ્રમાણે 11 સીટીંગ કાઉન્સિલરોની ટીકીટ કાપી જશે. જયારે ત્રણ ટર્મનાં ક્રાઇટેરિયામાં પણ 6 કાઉન્સિલરો કપાઈ રહ્યા છે.

સગાવાદનો માપદંડ પણ અનેક નેતાઓનાં સપના રોળશે

સગાવાદનો માપદંડ પણ અનેક નેતાઓનાં સપના રોળશે. વડોદરા માનપા ની ચૂંટણીમાં પુત્ર, પુત્રી, પત્ની, બહેન માટે ટિકિટ માંગનારા નેતા નિરાશ થયા છે. MLA શૈલેષ સોટ્ટાનાં પુત્ર ધ્રુમિલ મહેતાને સગાવાદને લઈને ટિકિટ મળશે નહિ. તો MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્ર, પુત્રી, પત્નીને પણ ટિકિટ નહિ મળે. આવી જ રીતે સાંસદ રંજનબેન ભટ્ટનાં બહેનની ટિકિટ પણ કપાશે. MLA અભેસિંગ તડવીનાં પુત્રની પણ ટિકિટમાંથી બાદબાકી કરવામાં આવી છે. પુર્વ સાંસદ રામસિંહ રાઠવાની પુત્રીનું ટિકિટનું સપનું પણ રોળાઈ ગયું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો