દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે મતદાન મથક માટેનો સ્ટાફ અને ઇવીએમ મશીનો પોલીસ કાફલા સાથે જે તે જે તે બુથો ઉપર રવાના કરી દેવાયો છે. ચૂંટણી અધિકારીઓએ આજે વહેલી સવારે સ્ટાફ અને ઈવીએમ મશીનોને જે તે વિધાન સભા મતવિસ્તારના બુથો ઉપર મોકલ્યા હતા. દાહોદ જિલ્લામાં કુલ 546 બિલ્ડીંગોમાં આવેલા 853 જેટલા બુથો સંવેદનશીલ શ્રેણીમાં મુકાયા છે જયારે ફતેપુરાના 27, ઝાલોદના 27, લીમખેડાના 24, દાહોદના 26, ગરબાડાના 28 અને દેવગઢબારીયાના 26 બુથો અતિ સંવેદનશીલ શ્રેણીમાં મુકાયા છે. જેને ધ્યાને રાખીને સરકારે ત્યાં કેમેરા અને જરૂર પડે ત્યાં વેબ કેમેરા ગોઠવ્યા છે. મતદાનના દિવસે મતદાન મથકોની અંદર તથા તેની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યકિતએ મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ/વોકીટોકી, પેજર તથા તેને આનુસંગિક ઇલેકટ્રીકલ ગેઝેટસ/એસસરીઝ સાથે પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે ચૂંટણી અધિકારીશ્રીઓએ નિમેલા ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે
Not Set/ દાહોદ ખાતે ચૂંટણી તૈયારી પૂર્ણ-ઈવીએમ મશીનો પોલીસ કાફલા સાથે રવાના
દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે મતદાન મથક માટેનો સ્ટાફ અને ઇવીએમ મશીનો પોલીસ કાફલા સાથે જે તે જે તે બુથો ઉપર રવાના કરી દેવાયો છે. ચૂંટણી અધિકારીઓએ આજે વહેલી સવારે સ્ટાફ અને ઈવીએમ મશીનોને જે તે વિધાન સભા મતવિસ્તારના બુથો ઉપર મોકલ્યા હતા. દાહોદ જિલ્લામાં કુલ 546 બિલ્ડીંગોમાં આવેલા 853 જેટલા બુથો સંવેદનશીલ શ્રેણીમાં […]
![દાહોદ ખાતે ચૂંટણી તૈયારી પૂર્ણ-ઈવીએમ મશીનો પોલીસ કાફલા સાથે રવાના 1 Gujarat Assembly elections Congres દાહોદ ખાતે ચૂંટણી તૈયારી પૂર્ણ-ઈવીએમ મશીનો પોલીસ કાફલા સાથે રવાના](https://mantavyanews.com/wp-content/uploads/2017/12/Gujarat-Assembly-elections-Congres-644x362.jpg)