Not Set/ વિધાનસભામાં ભાજપે મારી સેન્ચુરી, આ અપક્ષ ઉમેદવારે આપ્યું સમર્થન

ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૮૨ બેઠક માંથી ૯૯ સીટ મેળવી હતી. જયારે આજે મુખ્યમંત્રી પદની પસંદગી પહેલા જ ભાજપે સીટોની સેન્ચુરી પૂરી કરી છે. લુણાવાડાના અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રતનસિંહે રાજ્યપાલને પત્ર લખીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, રતનસિંહ રાઠોડ કોંગ્રેસના બગાવતી ઉમેદવાર […]

Gujarat
india politics election vote 732410fc 0649 11e7 a2a9 8cc6a4d5973b 1 વિધાનસભામાં ભાજપે મારી સેન્ચુરી, આ અપક્ષ ઉમેદવારે આપ્યું સમર્થન

ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૮૨ બેઠક માંથી ૯૯ સીટ મેળવી હતી. જયારે આજે મુખ્યમંત્રી પદની પસંદગી પહેલા જ ભાજપે સીટોની સેન્ચુરી પૂરી કરી છે. લુણાવાડાના અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રતનસિંહે રાજ્યપાલને પત્ર લખીને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનિય છે કે, રતનસિંહ રાઠોડ કોંગ્રેસના બગાવતી ઉમેદવાર છે. તેમને કોંગ્રેસ પક્ષે ટીકીટ નહીં આપતા લુણાવાડાથી અપક્ષ ઉમેદવારી કરી હતી. તેમજ કોંગ્રેસે તેમને ૬ વર્ષ માટે સસ્પેન્ડ પણ કર્યા છે. ત્યારે રતનસિંહ અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચુંટણી જીત્યા છે. તેમણે ભાજપને બિનશરતી ટેકો આપવાની વાત કહી છે. ૧૮ ડિસેમ્બરે જાહેર કરાયેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ૯૯ , કોંગ્રેસને ૮૦ અને ૩ બેઠક અન્યને મળી હતી.