Surat/ સુરતમાં નવરાત્રિમાં ખેલૈયા માટે 25 હજારની ક્ષમતા વાળો સૌ પ્રથમ એસી ડોમ તૈયાર

લોકોનો ઉત્સાહ જોઈ જગ્યા નાની લાગતા અલગ થી 25 હજાર લોકોની ક્ષમતા વાળો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.

Gujarat Surat
YouTube Thumbnail સુરતમાં નવરાત્રિમાં ખેલૈયા માટે 25 હજારની ક્ષમતા વાળો સૌ પ્રથમ એસી ડોમ તૈયાર

@દિવ્યેશ પરમાર 

Surat News: આ વર્ષે નવરાત્રિમાં વરસાદ પડવાની આગાહી છે જેને લઈ સુરત શહેર માં ખેલૈયાઓને ખલેલ ના પડે તે માટે સુરતનો સૌ પ્રથમ 25 હજાર લોકોની ક્ષમતા વાળો એસી ડોમ તૈયાર થઈ રહ્યો છે સાથેજ હાર્ટ એટેકના વધતા પ્રમાણ વચ્ચે આઇસીયું સાથેની એમ્બ્યુલન્સ અને 8 ડોકટરની ટિમ નવરાત્રિમાં હાજર રહેશે.

Untitled 5 3 સુરતમાં નવરાત્રિમાં ખેલૈયા માટે 25 હજારની ક્ષમતા વાળો સૌ પ્રથમ એસી ડોમ તૈયાર

સુરત શહેર હંમેશા આયોજનમાં સૌથી આગળ રહેતું હોય છે.કોઈપણ પ્રકારનું આયોજન હોય તેમાં સુરત હંમેશા પહેલા નંબરે રહ્યું છે.સુરતમાં સૌ પ્રથમ વખત  25000 લોકોને ક્ષમતા વાળો એસી ડોમ નવરાત્રિમાં ખેલૈયા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.જોકે આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે તેથી ખેલૈયાઓને કોઈપણ પ્રકારની ખલેલ ના પડે તે માટે થઈને આ વખતે ખૂબ જ મોટું આયોજન જી નાઇન દ્વારા કરવામાં આવ્યું છે.

દર વર્ષે જી નાઇન દ્વારા સરસાણા કન્વેનશન હોલમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હતું .જોકે આ વર્ષે લોકોનો ઉત્સાહ જોઈ જગ્યા નાની લાગતા અલગ થી 25 હજાર લોકોની ક્ષમતા વાળો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે જેને લઇ ખેલૈયાઓને કોઈપણ પ્રકારની તકલીફ પડે તેમના માટે આઈસીયુ સાથેની એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવશે સાથે જ નવરાત્રિ દરમિયાન આઠ જેટલી ડોક્ટરની ટીમ પણ તૈનાત રહેશે.

Untitled 5 4 સુરતમાં નવરાત્રિમાં ખેલૈયા માટે 25 હજારની ક્ષમતા વાળો સૌ પ્રથમ એસી ડોમ તૈયાર

કોઈપણ લોકો ડાયાબિટીસ કે બ્લડપ્રેશર ની દવા લેવાનું ભૂલી ગયા હોય તેમને આ ડોક્ટરો દ્વારા નિશુલ્ક દવા પણ આપવામાં આવશે.દર વર્ષે નવરાત્રિ દરમિયાન ખાસ પાર્કિંગની વ્યવસ્થા નો અભાવ હોય છે.પરંતુ આ વર્ષે આ આયોજનમાં પાર્કિંગની ક્ષમતા પણ વિશાળ કરી દેવામાં આવી છે.ત્રણ મેલ અને ત્રણ ફેમેલ કલાકારો સાથે આ વર્ષની નવરાત્રિમાં અનોખો રંગ જામશે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં નવરાત્રિમાં ખેલૈયા માટે 25 હજારની ક્ષમતા વાળો સૌ પ્રથમ એસી ડોમ તૈયાર


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ