IB/ અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપની પેનલમાં પડશે ગાબડું : સ્ટેટ આઇબીનો સર્વે

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ મત ગણતરી થવા જઈ રહી છે, રાજકીય વર્તુળોની અંદર હાર અને જીત માટે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.મતદાનના દિવસે પ્રારંભમાં રાજકીય પક્ષોની

Top Stories Gujarat
bjp congress 1 અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપની પેનલમાં પડશે ગાબડું : સ્ટેટ આઇબીનો સર્વે

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ મત ગણતરી થવા જઈ રહી છે, રાજકીય વર્તુળોની અંદર હાર અને જીત માટે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.મતદાનના દિવસે પ્રારંભમાં રાજકીય પક્ષોની ભારે ઉત્તેજનાની વચ્ચે મતદારોમાં મતદાન અંગે નિરાશા જોવા મળી હતી.રાજ્યની છ મહાનગર પાલિકાનું મતદાન ધાર્યા કરતાં ઓછું થતાં રાજકીય પક્ષોમાં ચિંતાઓ પ્રસરી ગઈ છે. છેલ્લી ઘડીએ મતદાન વધારવા માટે રાજકીય પક્ષોએ અનેક પ્રયાસો કર્યાં છતાં મતદારો મત આપવા પહોંચ્યા જ નહોતા. પરંતુ  આ છ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે ત્યારે સ્ટેટ આઈબીના સરવેમાં ચોંકવાનારા તારણો બહાર આવ્યાં છે.

Gujarat Local Body Election 2021 Live Updates: Gujarat Municipal Election  2021 Voting Live, Gujarat Civic Election Polling Live News | The Financial  Express

મતગણતરી / વડોદરામાં સ્ટ્રોંગરૂમ થ્રી લેયર સુરક્ષાથી સજ્જ, ત્રણ તબક્કામાં થશે મત ગણતરી : કલેકટર શાલિની અગ્રવાલ

સરવેના તારણો પ્રમાણે અમદાવાદ, વડોદરા અને સુરતમાં સામાન્ય રીઝલ્ટ જોવા મળશે. ગઢ ગણાતી સીટો પર પેનલ તૂટશે. તેમજ કોંગ્રેસના મત AIMIM અને આમ આદમી પાર્ટીમાં ડાયવર્ટ થયા છે.રાજ્યના ચાર મહાનગરના આઈ બીના પ્રાથમિક સર્વેમાં જાણવા મળ્યું છે કે અમદાવાદમાં ભાજપના નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતાં. કોંગ્રેસમાં AIMIM અને આપના વોટ ડાયવર્ટ થયા એટલે હવે અમદાવાદમાં ભાજપ સત્તા બનાવશે પરંતુ તેમની અનેક જગ્યાએ પેનલ તૂટશે. AIMIM પોતાનું ખાતું અમદાવાદમાં ખોલશે, કોંગ્રેસનો સ્થિતિમાં કોઈ ખાસ ફરક નહિ પડે.

Bihar Assembly Election 2020 Voting Highlights: A Single Vote Can Save  Bihar From Becoming Bimar, Says PM Modi In Patna

મત ગણતરી / અમદાવાદમાં આ બે સ્થળો પર મત ગણતરી, પોલીસનો ચૂસ્ત પહેરો, વહીવટી તંત્ર સજ્જ

સ્ટેટ આઈબીના સરવે પ્રમાણે સમગ્ર રાજયમાં ચૂંટણીના માહોલ વચ્ચે આ વખતે મતદારોને રીઝવવા માટે પ્રયાસો થયા પણ મતદારો આ વખતે અલગ જ મૂડમાં હતા તેમ માનવામાં આવે છે.પરંતુ હકીકત આ વખતે શહેરમાં ભાજપના ઘણા નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. જેથી ભાજપની પેનલ ધરાવતા વિસ્તારમાં મતદાન નીરસ રહ્યુ અને બીજા વોટ આપ,AIMIM અને કોંગ્રેસમાં ડાયવર્ટ થયાં હોવાની વિગત આઈબી પાસેથી જાણવા મળી રહી છે.બીજી તરફ રાજકોટમાં એક બે વોર્ડમાં ભાજપની ચાલુ સત્તામાં ગાબડું પડી શકે છે. જ્યાં પણ સ્થાનિક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોવાની અસર રહી હતી.વડોદરામાં કોંગ્રેસની સ્થિતિ અગાઉ કરતા સારી થઈ શકે છે. જ્યાં લઘુમતી સમાજના મતદાનની ટકાવારી વધી શકે છે. જેનો ફાયદો કોંગ્રેસને થશે પરંતુ ભાજપની સરસાઈ ઘટી શકે છે. સુરતમાં સૌરાષ્ટ્ર ફેક્ટરે કામ કર્યું છે. જેની અસર ઉમેદવારને સીધી મતદાન પર થઇ છે. ‘આપ’ અને કોંગ્રેસનું સ્થિતિમાં સુધારો થશે. સુરતમાં ભાજપની પેનલ તૂટી શકે છે.

Election / અમદાવાદમાં ઓછા મતદાન વચ્ચે કોણ મારશે બાજી, કોના થશે સૂપડા સાફ, આજે પરિણામ પર રહેશે સૌની નજર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…