મહિલા ઉત્પીડન/ બદનામ ઉન્નાવ ફરી ચડ્યું છીંડે, 3 દલિત સગીરા ખેતરમાં બાંધેલી મળી, બે નાં મોત

ઉન્નાવ નામ સાંભળતા જ ગેંગ રેપ અને તેનાં પછાનો પાશ્વી અત્યાચાર નજર સમક્ષ આવી જાય છે. ફરી એક વખત ઉત્તર પ્રદેશનું ઉન્નાવ છીંડે ચડ્યું હોવાની થથરાવી દેતી વિગતો સામે આવી રહી છે.

Top Stories India
unav બદનામ ઉન્નાવ ફરી ચડ્યું છીંડે, 3 દલિત સગીરા ખેતરમાં બાંધેલી મળી, બે નાં મોત

ઉન્નાવ નામ સાંભળતા જ ગેંગ રેપ અને તેનાં પછાનો પાશ્વી અત્યાચાર નજર સમક્ષ આવી જાય છે. ફરી એક વખત ઉત્તર પ્રદેશનું ઉન્નાવ છીંડે ચડ્યું હોવાની થથરાવી દેતી વિગતો સામે આવી રહી છે. ઉન્નાવમાં બુધવારે ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અસોહા પોલીસ સ્ટેશન વિસ્તારના બાબુરાહ ગામે બુધવારે મોડીરાતે ત્રણ દલિત કિશોરો બેભાન અવસ્થામાં દુપટ્ટા સાથે ખેતરમાંથી બાંધેલી મળી હતી. બંધક હાલતમાં મળેલી 3 કિશોરીમાંથી બેનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને સીએચસીથી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાઇ છે. ઘટના સ્થળે પહોંચેલા એસપીએ જણાવ્યું હતું કે તપાસ બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે સીએચસીના ઇએમઓ ડો.વિમલ આર્યએ ઝેરી પદાર્થ ગળવાનાં કારણે મોત થયાની આશંકા વ્યક્ત કરી છે. 

બાબુરાહ ગામના સંતોષ વર્માની પુત્રી કોમલ (16), સુરજ પાલ વર્માની પુત્રી કાજલ (13) અને સૂરજ બાલીની પુત્રી રોશની (17) પશુઓ માટે ઘાસચારો એકત્રીત કરવા ખેતરમાં ગઈ હતી. મોડી સાંજ સુધીમાં, ત્રણેય ઘરે ન પહોંચતાં પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. ત્રણેય કિશોરો સૂરજપાલની વાડીમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. ત્રણેયને એક સરખા સ્કાર્ફ સાથે બાંધી દેવામાં આવી હતા. કોમલ અને કાજલનું મોત નીપજ્યું હતું. અને રોશનીનો શ્વાસ ચાલુ હતો.

1613581682 બદનામ ઉન્નાવ ફરી ચડ્યું છીંડે, 3 દલિત સગીરા ખેતરમાં બાંધેલી મળી, બે નાં મોત

પરિવાર રોશની સાથે સીએચસી અસોહા પહોંચ્યો હતો. ગંભીર હાલત જોઈને ડોક્ટરે તેણીને જિલ્લા હોસ્પિટલ રિફર કરી હતી. જો કે, જિલ્લા હોસ્પિટલ પહોંચેલી રોશનીની હાલમાં કોઇ સુધારો નથી. હાલ તેણીને કાનપુર રિફર કરવામાં આવે તેવી વાતનો ઉલ્લેખ કરાયો છે.

પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે કે, ત્રણેય કિશોરીઓએ ઝેર ખાઇ લેતા આવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. જો કે, ક્યા સંજોગોમાં ત્રણે કિશોરોએ ઝેરી પદાર્થો ખાધા, તે જાણી શકાયું નથી. સ્થળ પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે. આઇજી, ડીઆઈજી, ડીએમ અને એસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડોગ સ્ક્વોડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. ફોરેન્સિક વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે. 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…