Railwaystation redevelopment/ ગુજરાતના 21 સહિત કુલ 508 રેલ્વે સ્ટેશનોનો શિલાન્યાસ કરનારા પીએમ મોદી

એનડીએ સરકારે રેલ્વેની કાયાપલટનો તખ્તો નિર્માણ કરી દીધો છે. તેના ભાગરુપે દેશના કુલ 1,309 સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Top Stories India
Pawar will honor PM Modi with Lokmanya Tilak award tomorrow, politics in Maharashtra heats up

નવી દિલ્હીઃ એનડીએ સરકારે રેલ્વેની કાયાપલટનો તખ્તો નિર્માણ કરી દીધો છે. તેના ભાગરુપે દેશના કુલ 1,309 સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પીએમ મોદી ગુજરાતના 21 સહિત દેશના કુલ 508 રેલ્વે સ્ટેશનોના રિડેવલપમેન્ટનો શિલાન્યાસ કરશે.

આ યોજનાના લોન્ચિંગ પ્રસંગે વિવિધ સ્ટેશનો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનારા છે. તેમા કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને વિધાનસભ્યો હાજર રહેશે. સ્ટેશનો પર આ ભવ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે, જેથી લોકોને રેલ્વેની સમગ્ર યોજનાની જાણકારી મળે.

પીએમઓ દ્વારા જણાવાયું હતું કે રેલ્વેના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ખર્ચ 24,470 કરોડ રૂપિયા હશે અને તે મુસાફરોના આધુનિક સગવડો પ્રદાન કરશે. આ યોજના હેઠળ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 55-55, બિહારના 49, મહારાષ્ટ્રના 44, પશ્ચિમ બંગાળના 37, મધ્યપ્રદેશના 34, આસામના 32, ઓડિશાના 25, પંજાબના 22, ગુજરાત અને તેલંગણાના 21-21, ઝારખંડના 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના 18, હરિયાણાના 15 અને કર્ણાટકના 13 રેલ્વે સ્ટેશનોનો સમાવેશ થાય છે.

આ યોજનાના હેતું જોઈએ તો  સ્ટેશનોને સિટી સેન્ટરોના સ્વરૂપમાં વિકાસ કરવામાં વશે. મુસાફરો માટે આધુનિક જોગવાઈ છે. સારામાં સારી ટ્રાફિક સિસ્ટમ અને ઇન્ટરમોડેલ ઇન્ટિગ્રેશન પણ જોવા મળશે. સ્ટેશન ઇમારતોનું નવિનીકરણ કરીને તેનો નવો ઓપ આવામાં આવશે. તેની સાથે શહેરના બે છેડાનું એકીકરણ કરવામાં આવશે.

તેના માસ્ટર પ્લાનમાં યોગ્ય સંપત્તિ અને વિકાસ માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. તેના લેન્ડસ્કેપિંગને સ્થાનિક કલા અને સંસ્કૃતિ સાથે જોડવામાં આવ્યું છે. માર્ગદર્શન માટે એકસમાન અને સહાયક સૂચકચિન્હ રાખવામાં આવશે, જેથી પ્રવાસીઓને તકલીફ ન પડે.

આ પણ વાંચોઃ IRCTC Phishing Scam/ છેતરપિંડી કરનારાઓએ IRCTCની બનાવી ફેક એપ, રેલવેએ ટ્વિટ કરી કર્યું એલર્ટ જાહેર

આ પણ વાંચોઃ Toll Tax Vehicle/ FASTag કરતાં વધુ ઝડપી હશે ટોલ બૂથ પર આ સેવા, વાહન પણ નહીં અટકે અને પૈસા કપાઈ જશે

આ પણ વાંચોઃ Online Fraud/  3 દિવસમાં સામે આવ્યા બે મોટા ઓનલાઈન કૌભાંડો, કસ્ટમ ઓફિસર બોલીને કરી 37 લાખની છેતરપિંડી

આ પણ વાંચોઃ YouTube AdBlocker/ યુટ્યુબ એડ બ્લોકરનો ઉપયોગ કરવો પડશે મોંઘો, કંપની આવા યુઝર્સને કરી રહી છે બ્લોક

આ પણ વાંચોઃ X Logo Removed/  ટ્વિટરના હેડક્વાર્ટરમાંથી હટાવાયો એક્સ લોગો, આ કારણે થઇ કાર્યવાહી