Not Set/ રામ મંદિરના નિર્માણ અંગે બાબા રામદેવે ભરી હુંકાર, કહ્યું, “ન બન્યું મંદિર તો…

હરિદ્વાર, ૨૦૧૯માં યોજાનારી લોક્સભાની ચુંટણી પહેલા હવે રામ મંદિરના નિર્માણ મુદ્દે ચર્ચાઓનો નવો દોર ચાલુ થયો છે. એક બાજુ જ્યાં સંતોનું આંદોલન,અધ્યાદેશની માંગ તેમજ સરકારને આ મુદ્દે એક કાયદો બનાવવા સહિતના અનેક સંકેતો સામે આવી રહ્યા છે, ત્યારે હવે યોગગુરુ બાબા રામદેવનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. બાબા રામદેવે જણાવ્યું કે, “રામ મંદિરનું નિર્માણ થશે નહિ […]

Top Stories India Trending
2018 11image 11 41 399680610ramdev ll રામ મંદિરના નિર્માણ અંગે બાબા રામદેવે ભરી હુંકાર, કહ્યું, "ન બન્યું મંદિર તો...

હરિદ્વાર,

૨૦૧૯માં યોજાનારી લોક્સભાની ચુંટણી પહેલા હવે રામ મંદિરના નિર્માણ મુદ્દે ચર્ચાઓનો નવો દોર ચાલુ થયો છે. એક બાજુ જ્યાં સંતોનું આંદોલન,અધ્યાદેશની માંગ તેમજ સરકારને આ મુદ્દે એક કાયદો બનાવવા સહિતના અનેક સંકેતો સામે આવી રહ્યા છે, ત્યારે હવે યોગગુરુ બાબા રામદેવનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

બાબા રામદેવે જણાવ્યું કે, “રામ મંદિરનું નિર્માણ થશે નહિ તો દેશમાં વિદ્રોહ થઇ શકે છે”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “મંદિરના નિર્માણનો નિર્ણય કોર્ટમાં નહિ પરંતુ સંસદમાં થશે. આ માટે સાંસદ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે”.

હરિદ્વારમાં લોકલ બોડી ઈલેકશનમાં વોટ આપવા પહોચેલા બાબા રામદેવે કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણનો રસ્તો સંસદ દ્વારા જ સ્પષ્ટ થઇ શકે છે , અને જો રામ મંદિર ન બન્યું તો દેશમાં વિદ્રોહ થઇ શકે છે”.

આ સમયે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરમ રામભક્ત ગણાવ્યા હતા.

જો કે રાજસ્થાનના બિકાનેરમાં આયોજિત એક કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “ભગવાન રામના નામ પર એક દીવો પ્રગટાવવામાં આવે, ત્યારબાદ આ જલ્દીથી જ કામ શરુ થઇ જશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેએ પણ દાવો કર્યો હતો કે, દિવાળી સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાના મુદ્દે ખુશખબરી આપશે”.

આ અંગે વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, “યોગી જી એક મુખ્યમંત્રીની સાથે સાથે એક મોટા સંત છે. નિશ્ચિતપણે તેઓએ અયોધ્યાના રામ મંદિર મુદ્દે એક યોજના બનાવી છે. દિવાળીનો તહેવાર આવવા દો, ખુશખબરી માટે પ્રતીક્ષા કરો. મુખ્યમંત્રીના હાથે જ આ યોજના સામે આવશે તો યોગ્ય રહેશે”.