Time difference/ બે શહેરો અંતર ફક્ત ત્રણ કિ.મી., પણ ટાઇમ ડિફરન્સ 23 કલાક

અમેરિકાના શહેર લિટલ ડાયોમેડથી રશિયન ટાપુ બિગ ડાયોમેડ વચ્ચેનું અંતર ફક્ત ત્રણ કિ.મી. છે. પણ બંને શહેરો વચ્ચેનો ટાઇમ ડિફરન્સ 23 કલાક છે.

Top Stories World
dome island બે શહેરો અંતર ફક્ત ત્રણ કિ.મી., પણ ટાઇમ ડિફરન્સ 23 કલાક

Time difference: બે દેશની બોર્ડર પર વસેલા શહેરો માટે કેટલીય અનોખી વાતો છે. પણ રશિયા અને અમેરિકા બંનેની સરહદ પર વસેલા બંને શહેરોની તો વાત જ અનોખી છે. અમેરિકાના શહેર લિટલ ડાયોમેડથી રશિયન ટાપુ બિગ ડાયોમેડ વચ્ચેનું અંતર ફક્ત ત્રણ કિ.મી. છે. પણ બંને શહેરો વચ્ચેનો ટાઇમ ડિફરન્સ (Time difference)23 કલાક છે.
લિટલ ડાયોમેડનું કદ ફક્ત આઠ હજાર ચોરસ કિ.મી. છે. આ શહેરમાં ફક્ત 77 લોકો જ રહે છે. એક જ નદી બંને શહેરોના લોકોને જુદા કરે છે. શિયાળામાં નદી જામી જાય છે ત્યારે તેના પર ચાલીને લોકો લોકો એકબીજાને મળવા જતા હતા. બંને શહેરના લોકો એકબીજાને ત્યાં લગ્ન પણ કરતા હતા. બંને શહેરોની પરંપરા લગભગ એક જેવી છે. (Time difference)
પરંતુ કોલ્ડવોરે બંને વચ્ચેનો સંબંધ હંમેશા માટે બદલી નાખ્યો. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે અમેરિકા અને રશિયા વચ્ચે પણ તનાવ વધ્યો છે. આ વિસ્તારમાં ઇનુપિયાટ કમ્યુનિટીના લોકો લગભગ ત્રણ હજાર વર્ષથી રહે છે. આ લોકોએ પ્રતિ કલાક 145 કિ.મી. ઝડપે ચાલતી હવાઓનો સામનો કરવો પડે છે. ઉનાળામાં અહીં તાપમાન દસ ડિગ્રી સુધી જાય છે. જ્યારે શિયાળામાં -14 સુધી જાય છે. ડિસેમ્બર અને જૂન વચ્ચે આ વિસ્તાર પૂરેપૂરો બરફથી ઢંકાઈ જાય છે. (Time difference)
શિયાળામાં લોકોએ અહીં આખી રાત જાગીને રખેવાળી કરવી પડે છે, જેથી પોલર બેર હુમલા ન કરે. આ શહેરમાં ફક્ત 30 બિલ્ડિંગ છે. તેમા એક સ્કૂલ અને એક લાઇબ્રેરી સામેલ છે. તેમા મોટાભાગનું બાંધકામ 1970 અને 80ના દાયકામાં થયું છે.
આ પથરાળ વિસ્તારમાં કબ્રસ્તાન નથી કે રસ્તા બની શકે તેમ નથી. અહીં બિલ્ડિંગ બનાવવાની જગ્યા પણ નથી. રસ્તા ન હોવાથી અહીંના લોકોએ એકબીજાને ત્યાં ચાલતા જવું પડે છે. આ ટાપુ પર નથી બેન્ક કે નથી રેસ્ટોરા કે હોટેલ. મુખ્ય દુકાનો પર મર્યાદિત પ્રમાણમાં સામાન, કપડા અને ઇંધણ હોય છે.
આ શહેરમાં ડિલિવરી કરવા માટે અઠવાડિયામાં એક વખત હેલિકોપ્ટર આવે છે. મોટાભાગનો સામાન વર્ષમાં એક જ વખત આવતી મોટી બોટ દ્વારા પહોંચાડાય છે. તેને સ્ટોર કરીને રાખવામાં આવે છે. નેશનલ જ્યોગ્રાફિકના રિપોર્ટ મુજબ અહીં બધી વસ્તુ બહુ મોંઘી મળે છે.

Russia-Ukraine War/ મોબાઇલ ફોનના ગેરકાયદેસર ઉપયોગથી રશિયાના 89 સૈનિકો મર્યાઃ રશિયા

ભારતના ક્રિકેટરોએ યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેન કરાવ્યા બાદ જ ટીમમાં સ્થાન મળશે,જાણો તમામ વિગત

સોમાલિયામાં બોમ્બ વિસ્ફોટ થતા 9 લોકોના મોત

 મહારાષ્ટ્રમાં વીજળીનું સંકટ, ત્રણ કંપનીઓના હજારો કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા