લાંચકાંડ/ 15 લાખની લાંચ માંગનાર ભાગેડુ ડોક્ટરની અંતે ACBએ કરી ધરપકડ

અમદાવાદની CIMS હોસ્પિટલ નું બિલ મંજુર કરવા લાંચ માંગવાના મામલામા લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ભાગેડુ આરોપી ડો.નરેશ મલ્હોત્રા ની ધરપકડ કરાઈ છે

Ahmedabad Gujarat Trending
WhatsApp Image 2021 02 17 at 8.54.05 PM 1 15 લાખની લાંચ માંગનાર ભાગેડુ ડોક્ટરની અંતે ACBએ કરી ધરપકડ

અમદાવાદની CIMS હોસ્પિટલ નું બિલ મંજુર કરવા લાંચ માંગવાના મામલામા લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ભાગેડુ આરોપી ડો.નરેશ મલ્હોત્રા ની ધરપકડ કરાઈ છે. ગત ડિસેમ્બરમાં ACB દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. રૂ.1.5 કરોડનું બિલ મંજુર કરવા 15 લાખની લાંચ માંગી હતી.

AMCના ઉત્તર પશ્ચિમ ઝોન ના ડે. હેલ્થ ઓફિસર ડો.અરવિંદ પટેલ વતી લાંચ માંગવાનો આરોપ ડો. નરેશ મલ્હોત્રા પર લાગેલો છે. અગાઉ કોર્ટ દ્વારા નરેશ મલ્હોત્રા ના આગોતરા જામીન પણ રદ્દ કરાયા હતા. જેમાં કોર્ટે અવલોકન કર્યું હતું કે કોવિડ 19 જેવી મહામારીમાં ડો. નરેશ મલ્હોત્રા જે વ્યવસાયે એક ડોકટર છે. અને કોરોનના દર્દીઓની સારવાર અર્થે સરકાર દ્વારા ચૂકવતા નાણાં માંથી ભ્રષ્ટાચાર થયો છે.

WhatsApp Image 2021 02 17 at 8.54.05 PM 15 લાખની લાંચ માંગનાર ભાગેડુ ડોક્ટરની અંતે ACBએ કરી ધરપકડ

આ અંગે એસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડી. પી. વાઘેલાએ જણાવ્યું કે કોવીડ-19 ની સારવાર માટેના થયેલા ખર્ચના બિલ પાસ કરવા માટે થઈને 10% કમિશનની માંગણી ડૉ.નરેશ મલોહતરા ની ધરપકડ કરાઈ છે. રૂપિયા 1 કરોડ 50 લાખની બીલો પાસ કરવા માટેની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે મામલે ડોક્ટર મલ્હોત્રાની સોલા ભુયંગદેવ ચાર રસ્તા પાસેથી એસીબીએ ધરપકડ કરી છે.

હાલ ડો. નરેશ મલ્હોત્રા ને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરી છે. ડો. મલ્હોત્રા ફરાર હતા તે દરમિયાન ક્યાં ક્યાં રોકાયા હતા. અને કોને કોને મળ્યા હતા તે તમામ વિગતો તેમની તપાસમાં બહાર આવે તેવી શકયતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…