કૂલર ઓગળી ગયું/ ગરમીમાં ‘ઓગળી ગયુ’ અમદાવાદમાં જાહેર બગીચામાં મૂકેલું કૂલર

અમદાવાદના વસ્ત્રાલ ખાતેના બગીચામાં એક કુલર નાખવામાં આવ્યું હતું. આ કૂલર ચોરાઈ ગયું છે. પાણીનું આ કુલર ત્યાં ચાલવા આવનારાઓની તરસ છીપાવતું હતું.

Top Stories Ahmedabad Gujarat
Cooler Melted ગરમીમાં 'ઓગળી ગયુ' અમદાવાદમાં જાહેર બગીચામાં મૂકેલું કૂલર

મેહુલ દુધરેજીયા

અમદાવાદ શહેર માં તમે દાગીના ચોરી,વાહન ચોરી ની ઘટનાઓ Ahmedabad-‘Cooler Melted’ સાંભળી હશે..પરંતુ તમને કોઈ કહે કે પાણીનું કુલર ચોરાઈ ગયું તો. આ સાંભળીને તમે પણ અચંબામાં પડી જશો. હા, વાત સાચી છે. કુલર ચોરાયું છે. આ  કુલર પાછું કોઈના ઘરમાંથી ચોરાયું નથી, પણ રીતસરનું બગીચામાંથી ચોરાઈ ગયું છે, હા જાહેર બગીચામાંથી કુલર ચોરાઈ ગયું છે. કોઈપણ વિચારે કે જાહેર બગીચામાંથી બેન્ચ, લોખંડના ઢાંકણા, પાણીની પાઇપો ચોરાય તે બધાને ખબર છે પરંતુ બગીચામાંથી કુલરની ચોરી થાય તો તે વાત ઘણી ચોંકાવનારી છે.

લોકો પાણીની પરબો બંધાવતા હોય છે, જ્યારે અહીં તો પાણીની પરબને જ રીતસરની ચોરી જવામાં આવી છે. Ahmedabad-‘Cooler Melted’ અમદાવાદના વસ્ત્રાલ ખાતેના બગીચામાં એક કુલર નાખવામાં આવ્યું હતું. આ કૂલર ચોરાઈ ગયું છે. પાણીનું આ કુલર ત્યાં ચાલવા આવનારાઓની તરસ બીછાવતુ હતુ અને આ ગરમીની મોસમમાં તો તે અત્યંત રાહતરુપ બન્યું હતું. આ કુલર ચાર કોર્પોરેટરના બજેટના રૂપિયામાંથી લગાવવામાં આવ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો પ્રજાના પૈસે ફાળવેલા બજેટમાંથી લગાવવામાં આવ્યું હતું. મોટા-મોટા અક્ષરો પર કુલરની બહાર બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. પણ ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે છેલ્લા છ મહિનાથી આ કુલર ક્યાં છે તે કોઈને ખબર જ નથી.

બગીચામાં આવતા લોકો પાણીનું કૂલર ન જોતાં આશ્ચર્ય પામે છે Ahmedabad-‘Cooler Melted’ અને પૂછપરછ કરે છે તો એક જ જવાબ મળે છે કૂલર રિપેરિંગમાં છે. પરંતુ રિપેરિંગમાં કેટલો સમય હોય છ મહિના કૂલર થોડું રિપેરિંગમાં હોય. આવું તે કેવું રિપેરિંગ થઈ રહ્યું છે કે તેનો અંત  જ આવતો નથી. એક કૂલરને રિપેર કરવામાં કદાચ બહુ-બહુ તો એક દિવસ લાગે, પણ કદાચ સરકારી કાર્યપદ્ધતિ મુજબ જઈએ તો એક મહિનો લાગે, પરંતુ છ મહિના લાગે તે વાત કઈ રીતે લોકોને ગળે ઉતરે. આ તો લોકોને લોકોના જ રૂપિયે ઉલ્લુ બનાવવાનો કીમિયો ભ્રષ્ટ તંત્રએ બંધ કરવો જોઈએ.

આના લીધે એવું કહેવાય છે કે ગરમી આવતા જ કુલર પણ ગરમીમાં Ahmedabad-‘Cooler Melted’ ઓગળી ગયું. પ્રજાને મૂર્ખ બનાવવાની આ રીતસરની પરંપરા દૂર કરવી જોઈએ. હવે જો કૂલર ચોરી થઈ હોય તો તેનો રિપોર્ટ કરવો જોઈએ. પણ આમાથી કોઈ કાર્યવાહી થઈ નથી. આમ પ્રજાના પૈસે લાખો રૂપિયાના ખર્ચે કૂલર વસાવાયું, પણ હવે આ કૂલર જ અદ્રશ્ય થઈ ગયું તો પછી તેની પાછળ કરવામાં આવેલા ખર્ચની જવાબદારી કોની. કૂલરની જાળવણી કરવાની મ્યુનિસિપાલિટીની જવાબદારી નથી. પ્રજાના રૂપિયાને લઈને આ પ્રકારનું નિષ્કાળજીભર્યુ વલણ ક્યાં સુધી જારી રહેશે.

 

આ પણ વાંચોઃ ધનકર-પ્રિન્સ ચાર્લ્સ/ ભારતીય રાષ્ટ્રપતિ ધનખરની પ્રિન્સ ચાર્લ્સ સાથે મુલાકાત

આ પણ વાંચોઃ Doha Diamond League/ નીરજ ચોપરાએ દોહામાં ડાયમંડ લીગ જીતી,88.67 મીટરના થ્રો સાથે રચ્યો ઇતિહાસ

આ પણ વાંચોઃ Protest/ દિલ્હી પોલીસે 7 મહિલા કુસ્તીબાજોના નિવેદન નોંધ્યા, બ્રિજભૂષણ શરણ સિંહની ટૂંક સમયમાં થઇ શકે છે પૂછપરછ