ભાજપે ગઈકાલે વિધાનસભાની ચૂંટણી માટે પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી. જેમાં અમદાવાદ શહેરમાં 10 ધારાસભ્યોનું પત્તું કાપીને નવા ચહેરાને તક આપી ભાજપે સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જેમાં નરોડાની બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય બલરામ થાનાણીની ટિકિટ કાપીને 30 વર્ષિય ડોક્ટર પાયલ કુકરાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.આ બેઠક પર ભાજપે પોતાના દિગ્ગજ નેતાની ટિકિટ રાપી નાંખી છે તેથી આ વિસ્તારમાં ભારે રોષ પણ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે.
ડો. પાયલ કુકરાણી વિશે જાણો
પાયલ કુકરાણી હાલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને દર્દીઓની સેવા કરે છે. તેમણે રશિયામાંથી એમ.ડી મેડિસિનની ડિગ્રી મેળવેલી છે. 30 વર્ષના ડો. પાયલ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે અન તેમના માતા તથા પિતા બંને ભાજપમાં છે. તેમના માતા રેશમા કુકરાણી અમદાવાદના સૌજપુર-બોઘા વોર્ડના કોર્પોરેટર છે. જ્યારે પિતા મનોજ કુકરાણી નરોડા પાટિયા હત્યાકાંડમાં આજીવન કેદની સજા મેળવી ચૂક્યા છે.
