Accident/ મોરબીમાં ટેમ્પો અને પોલીસ વાન વચ્ચે અકસ્માત, PI સહિત 4 પોલીસકર્મી ઘાયલ

કોરોના વાયરસના કહેરની વચ્ચે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, અને આ ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે પોલીસ વાનને પણ અકસ્માત નડ્યો છે.

Top Stories Gujarat Others

કોરોના વાયરસના કહેરની વચ્ચે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, અને આ ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે પોલીસ વાનને પણ અકસ્માત નડ્યો છે.

આ અકસ્માત અંગે જણાવીએ તો, હળવદ પીઆઇ અને પોલીસ જવાનો હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે સમયે મોરબી ચોકડી નજીક પોલીસની વાનને અકસ્માત નડયો હતો. મોરબી ચોકડી નજીક આઈસર ચાલકે પોલીસની વાન ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં વનમાં સવાર ચાર પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માતના બનાવમાં પીઆઇ સહિત ચાર પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ઘાયલ પોલીસની વાનના ડ્રાઈવરને ફેક્ચર અને ડી સ્ટાફના જવાનને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે જ્યારે પીઆઇ અને અન્ય એક પોલીસ જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ