Narmada/ પોઈચા ખાતે નર્મદા નદીના કિનારે નિલકંઠ ઘાટનું ખાતમુહૂર્ત કરાયું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પોઈચા ત્રણ રસ્તા ખાતે નિલકંઠ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરાયું

Gujarat Others Videos
Khatmuhurat of Nilkant Ghat on the banks of river Narmada at Poicha પોઈચા ખાતે નર્મદા નદીના કિનારે નિલકંઠ ઘાટનું ખાતમુહૂર્ત કરાયું

(વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા)

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં નિલકંઠધામ, પોઇચા ખાતે સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન-મંદિર દશાબ્દી મહોત્સવ’ યોજાયો હતો. આચાર્ય દેવવ્રતજીએ નિલકંઠધામ પધારીને પોઈચા ત્રણ રસ્તા ખાતે કલાત્મક નિલકંઠ પ્રવેશદ્વારનું ઉદઘાટન કર્યુ હતું. આ ઉપરાંત, નર્મદા નદીના કિનારે નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સાધુસંતોની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું

સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાન સંચાલિત મંદિર દશાબ્દી કલ્યાણ મહોત્સવ દિપ પ્રાગટ્ય કરીને ખૂલ્લો મુકાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી ખેડૂતોને ઉપયોગી પ્રેરક માર્ગદર્શન પુરું પાડયું હતું અને કહ્યું હતું કે, પર્યાવરણમાં આવેલા અસાધારણ બદલાવ માટે અને માનવીના સ્વાસ્થ્યની બરબાદી માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ જવાબદાર છે.

https://twitter.com/mantavyanews/status/1725060685363826692

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા આહ્વાન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પુરજોશમાં આગળ વધી રહ્યું છે ત્યારે તેમણે દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતીને એક ઉત્તમ માર્ગ ગણાવ્યો હતો.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને જનઆંદોલન બનાવવા માટેની હાકલ નર્મદા જિલ્લાના પોઈચા ગામ ખાતેના નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિરથી કરવાની નેમ વ્યક્ત કરી હતી. ધર્મ સાથે લોકોના આત્માની શુદ્ધિનું કેન્દ્ર નિલકંઠધામ પ્રાકૃતિક ખેતીનું અનોખું કેન્દ્ર બને તેવો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પૂજ્ય કૈવલ્ય સ્વામીજી દ્વારા હજારો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનો લાભ લઈ પ્રાકૃતિક ખેતીને વ્યાપક પ્રમાણમાં અપનાવીને પ્રકૃતિ-પર્યાવરણ અને જમીનના સંરક્ષણમાં યોગદાન આપવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો.


Read More : અમદાવાદ/સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં 4 મૃતદેહ મળી આવતા અરેરાટી

Read More : અમદાવાદ/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ

Read More : અમરેલી/ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા


નર્મદા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

નર્મદા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Download Mobile App : Android | IOS