Not Set/ બ્રેન ડેડ યુવકના ધબકતા હૃદયને ગ્રીન કોરિડોર રચી રાજકોટથી અમદાવાદ લવાયુ,8 વ્યક્તિઓને મળશે નવજીવન

રાજકોટ, પોરબંદરના 16 વર્ષના યુવક અકસ્માતમાં બ્રેઇન ડેડ થઈ જતા તેના શરીરના સાત અંગો 8 વ્યક્તિઓની લાઈફમાં અજવાળું પાથરશે.પોરબંદરના નિવૃત્ત આર્મી જવાન સાજણ મોઢવાડિયાના પુત્ર જયનો ગંભીર અકસ્માત થવાથી તે કોમામાં જતો રહ્યો હતો. જય 17 જુનના રોજ ટ્યુશન કલાસથી ચાલતો ચાલતો તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી બાઈકે તેને ટક્કર મારતા […]

Top Stories Ahmedabad Gujarat
scfhasolclc 2 બ્રેન ડેડ યુવકના ધબકતા હૃદયને ગ્રીન કોરિડોર રચી રાજકોટથી અમદાવાદ લવાયુ,8 વ્યક્તિઓને મળશે નવજીવન

રાજકોટ,

પોરબંદરના 16 વર્ષના યુવક અકસ્માતમાં બ્રેઇન ડેડ થઈ જતા તેના શરીરના સાત અંગો 8 વ્યક્તિઓની લાઈફમાં અજવાળું પાથરશે.પોરબંદરના નિવૃત્ત આર્મી જવાન સાજણ મોઢવાડિયાના પુત્ર જયનો ગંભીર અકસ્માત થવાથી તે કોમામાં જતો રહ્યો હતો.

જય 17 જુનના રોજ ટ્યુશન કલાસથી ચાલતો ચાલતો તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી બાઈકે તેને ટક્કર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

જયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના તમામ પ્રયાસો છતાં જયની તબીયતમાં સુધારો થતો નહોતો આખરે તા.19ના બપોરે તબીબોએ જયને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.

જયને બ્રેન ડેડ જાહેર થતા તેના પરિવારે તેના અંગોને દાન કરવાનો ત્વરિત નિર્ણય લીધો હતો.બ્રેઇનડેડ જાહેરાત થતાં જ પિતા સાજણભાઇના વિચાર આવ્યો કે દેશ સેવાના સ્વપ્ન સેવતો પુત્ર જય તે જીવશે અન્ય વ્યક્તિને જીવાડશે. સાજણભાઇએ જયના ઓર્ગન ડોનેશનની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે જયનું હ્રદય, 2 કીડની, લિવર, સ્વાદુપીન્ડ અને બે આંખ 8 વ્યક્તિને નવ જીવન આપવામાં આવશે.

જયને તાત્કાલિક પોરબંદરથી રાજકોટ લઈ આવ્યા હતા,જ્યાં બી ટી સવાણી હોસ્પિટલમાં તેના અંગોને કાઢીને સલામત રીતે અમદાવાદ પહોંચાડવાની કપરી ક્રિયા શરૂ કરાઇ હતી.

જયના સાત ઓર્ગન કાઢવા માટે અમદાવાદથી તબીબોની ટીમ રાજકોટ પહોંચી હતી.જયના અંગો સફળતાપૂર્વક કાઢ્યા પછી તેને નિયત સમયમાં અમદાવાદ પહોંચાડવાના હતા.

આના માટે રાજકોટની હોસ્પિટલથી ત્યાંના એરપોર્ટ સુધીના રસ્તામાં ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી.પોલીસના એસ્કોર્ટ વચ્ચે જયના અંગોને અમદાવાદ એરપોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા.બીજી તરફ અમદાવાદ એરપોર્ટથી સિમ્સ હોસ્પિટલ સુધીના માર્ગ પર પણ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં જયના અંગોને બીજી વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.આમ મૃતપાય થયેલા જયના 7 અંગો 8 વ્યક્તઓને નવજીવન આપશે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.