Not Set/ બોટાદ: દલિત ઉપસરપંચની હત્યાના 3 આરોપી પકડાયા

બોટાદ, રાજ્યમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી, વધુ એક દલિત વ્યક્તિની હત્યાથી સમગ્ર સમાજમાં રોષની લાગણી પસરી ગઈ છે. બોટાદ રાણપુર જાળીલા ઉપસરપંચની હત્યાના મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પાળીયાદ સાયલા હાઈવે પરથી બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે અન્ય એક આરોપી કોમ્બિંગ દરમિયાન ઝડપાયો.. ત્રણેય મુખ્ય આરોપીઓની પોલીસે સઘન […]

Top Stories Gujarat Others Videos
scfhasolclc 4 બોટાદ: દલિત ઉપસરપંચની હત્યાના 3 આરોપી પકડાયા

બોટાદ,

રાજ્યમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી, વધુ એક દલિત વ્યક્તિની હત્યાથી સમગ્ર સમાજમાં રોષની લાગણી પસરી ગઈ છે. બોટાદ રાણપુર જાળીલા ઉપસરપંચની હત્યાના મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

પાળીયાદ સાયલા હાઈવે પરથી બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે અન્ય એક આરોપી કોમ્બિંગ દરમિયાન ઝડપાયો.. ત્રણેય મુખ્ય આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે રાણપુર તાલુકાના જાળીલા ગામે જનરલ સીટ પર ચૂંટાયેલા ઉપસરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકીની અકસ્માત કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. ઘટના સ્થળેથી મનજીભાઇનું બાઇક તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. બીજી બાજુ પોલીસે પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું કે સરપંચનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હોવાની આશંકા છે.

દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે મૃતક દલિત ઉપસરપંચે રાજ્યના DGPને રૂબરુ મળી પોલીસ રક્ષણ માટે રજૂઆત કરી હતી,જો કે તેઓને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું ન હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.