Not Set/ ભુજની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો, હોસ્પિટલ થઇ હાઉસફૂલ

કોરોના વાઇરસની બીજી લહેર ગુજરાત માં કાળો કહેર વરસાવી રહીછે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મોટા શહેરોબાદ નાના ટાઉન અને જિલ્લાઓમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે.

Top Stories Gujarat Trending
priyanka gandhi 2 ભુજની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો, હોસ્પિટલ થઇ હાઉસફૂલ

કોરોના પોઝિટિવ વ્યક્તિ  સારવાર માટે ઠોકરો ખાઈ રહ્યો છે

કોરોના વાઇરસની બીજી લહેર ગુજરાત માં કાળો કહેર વરસાવી રહીછે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મોટા શહેરોબાદ નાના ટાઉન અને જિલ્લાઓમાં પણ પરિસ્થિતિ વણસી રહી છે. અહીં પણ હોસ્પિટલો કોરોના દર્દીઓથી પેક જોવા મળી રહી છે.

ત્યારે કચ્છમાં કોરોનાની પરિસ્થિતિ કથળી રહી છે. ભુજની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી જતા હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. ક્ચ્છ તો ઠીક મોરબી અને રાજકોટથી પણ દર્દીઓને અહીં સારવાર માટે ખસેડવામાં આવે છે. બીજી તરફ આજે 108 ઇમરજન્સી સેવા દ્વારા પણ દર્દીઓને આ હોસ્પિટલમાં લાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.

ખાનગી હોસ્પિટલો 108 માં દર્દીને જી.કે માં મોકલી દે છે પણ જી.કે માં જગ્યા હોતી નથી. પરિણામે દર્દીની હાલત કફોડી બની રહી છે. કોરોના પોઝિટિવ વ્યક્તિ  સારવાર માટે ઠોકરો ખાઈ રહ્યો છે ફાઇલ બનાવવા અને સરકારી કાગળોમાં સમય બરબાદ જતો હોવાથી દર્દીને યોગ્ય સારવાર પણ આપી શકાતી નથી. ભુજના આગેવાન રફીક મારાએ કહ્યું કે મેડિકલ ઇમરજન્સીના આ સમયમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા હોય તો પણ ઘણી હાલાકી ભોગવવી પડે છે હોસ્પિટલમાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી