Vaccine/ આ બીમારીથી પીડિત વ્યક્તિ ડોકટરના સર્ટીફિકેટ બતાવીને કોરોના રસી લઇ શકશે

આ બીમારીથી પીડિત વ્યક્તિ ડોકટરના સર્ટીફિકેટ બતાવીને રસી લઇ શકશે

Gujarat Others Trending
corona 56 આ બીમારીથી પીડિત વ્યક્તિ ડોકટરના સર્ટીફિકેટ બતાવીને કોરોના રસી લઇ શકશે

ભારત સરકાર દ્નારા કોરોના વોરીયર્સને વેકસીન આપવાની કામગીરી શરુ કરાઇ હતી તે કામગીરી ગુજરાતમા પૂર્ણ થઇ છે. બીજા તબક્કાના કોરોના વોરીયર્સને વેકસીનની કામગીરી પણ હવે પૂર્ણ થઇ છે. હવે સિનિયર સિટીઝનને આગામી પહેલી માર્ચ થી શરુ કરવામાં આવશે. સમગ્ર દેશમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને તેમજ ૪૫થી ઉપરના વ્યક્તિઓને કે જે ગંભીર રોગો થી પીડાય છે. તેમને વેકસીન આપવા ની શરુઆત થશે.

Moderna and Catalent Collaborate on COVID-19 Vaccine

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિએ જાહેરાત કરી હતી કે કોવિડ -૧૯ માટે ૬૦ થી ઉપરના લોકોને પહેલી જાન્યુઆરી સુધીમા જેમને ૬૦ વર્ષ થયા છે,  તેમજ જેઓ ૪૫ થી ઉપરના છે અને  ગંભીર રોગો હોયતે તમામ ને રસી પહેલી માર્ચ થી આપવામા આવશે. જેમાં ગંભીર રોગોની યાદીમાં ૨૦ જેટલી હૃદય, ડાયાબીટીસ, કિડની, કેન્સર જેવી બીમારી ધરાવતા દર્દીઓને કોરોનાની રસી મળશે. બોનમેરો, થેલેસેમિયા, HIVગ્રસ્તને પણ કોરોનાની રસી મળશે. આ  તમામ દર્દીએ ડોકટરના સર્ટીફિકેટ બતાવીને રસી લઇ શકશે. કુલ ૫૦૦ જેટલા સેન્ટર પર આ રસી આપવાની શરુઆત થશે જેની માહિતી આરોગ્ય વિભાગની વેબસાઇટ પર આપવામા આવશે.

જામનગર / રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી, જી.જી.હોસ્પિટલમાં દાખલ 

COVID-19 vaccine safely elicits immune response in Phase I testing

જેઓ પાસે સ્માર્ટફોન ના હોય તેઓએ ઓનલાઈન સાઇટ પર રજીસ્ટ્રેશન કરીને રસીકરણ નો લાભ લઇ શકશે. વેકસીનેશન માટેના ચાર્જીસ પહેલી તારીખ અગાઉ જણાવવામા આવશે. 60 વર્ષથી ઉપરના લોકો સરકારી હોસ્પિટલમાં રસી લેશે તો વિના મુલ્યે અને પ્રાઇવેટ હોસ્પિટલમા રસી લેવા ઈચ્છતા હોય તેમણે આ ચાર્જ ચૂકવવા પડશે. આરોગ્ય સેતુ દ્નારા પણ વેકસીનેશન નો લાભ લઇ શકાશે. જે વકેસીન લેશે તેમને સર્ટિફિકેટ પણ આપવામા આવશે.

Surat / પહેલીવાર કોઈ પાર્ટીએ ભાજપને આંખ બતાવી છે : કેજરીવાલ

Politics / ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ કાયમી ધોરણે બની શકશે?