Not Set/ મંગેતરને Idiot કહેવું પડ્યું ભારે, થયો ચાર લાખ રૂપિયાનો દંડ અને ૨ મહિનાની જેલ

મજાકમાં ઘણી વખત અવનવા શબ્દો મોઢામાંથી નીકળી જાય છે. મજાકમાં કીધેલ શબ્દોને લીધે એક માણસને જેલમાં જવાનો વારો આવ્યો છે. આબુ ધાબીમાં એક વ્યક્તિએ પોતાની મંગેતરને મજાકમાં વોટ્સઅપ પર ઇડીયટ કહેવું ભારે પડી ગયું હતું. આવો મેસેજ કરવા બદલ તેને ૨૦,૦૦૦ દિરહમ એટલે કે ચાર લાખ રૂપિયા અને બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. […]

Top Stories World Trending
whatsapp 660 061918015404 મંગેતરને Idiot કહેવું પડ્યું ભારે, થયો ચાર લાખ રૂપિયાનો દંડ અને ૨ મહિનાની જેલ

મજાકમાં ઘણી વખત અવનવા શબ્દો મોઢામાંથી નીકળી જાય છે. મજાકમાં કીધેલ શબ્દોને લીધે એક માણસને જેલમાં જવાનો વારો આવ્યો છે.

આબુ ધાબીમાં એક વ્યક્તિએ પોતાની મંગેતરને મજાકમાં વોટ્સઅપ પર ઇડીયટ કહેવું ભારે પડી ગયું હતું. આવો મેસેજ કરવા બદલ તેને ૨૦,૦૦૦ દિરહમ એટલે કે ચાર લાખ રૂપિયા અને બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિએ પોતાની મંગેતર ને અરબી ભાષામાં હબલા કે જેનો અર્થ મુર્ખ થાય છે તેવુ  લખીને મોકલ્યું હતું.

મહિલાને આ શબ્દ અપમાનજનક લાગ્યો  હતો અને તેણે જઈને પોલીસ ફરિયાદ કરી દીધી હતી.

યુએઈમાં આવી કોઈ પ્રથમ ઘટના નથી કે જેમાં આવી સજા ફટકારવામાં આવી હોય.

ત્યાના વકીલના કહેવા પ્રમાણે સોશ્યલ મીડિયામાં કઈ પણ અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવો એ સાઈબર ક્રાઈમ ગણાય છે.