Education/ જીવન અનેક સ્વરૂપોમાં વ્યક્તિને શિક્ષા આપી જાય છે, બસ એ જરૂરી છે…

Learning is a lifetime process’ જેનો અર્થ છે કે શિક્ષણ જીવનભર ચાલતું જ રહે છે. જીવન અનેક સ્વરૂપોમાં  વ્યક્તિને શિક્ષા આપી જાય છે, બસ એ શિક્ષા ગ્રહણ કરવા માટે એ વ્યક્તિનું જાગૃત રહેવું અગત્યનું છે.

Trending Mantavya Vishesh
corona 57 જીવન અનેક સ્વરૂપોમાં વ્યક્તિને શિક્ષા આપી જાય છે, બસ એ જરૂરી છે...

એક બાળક નવું નવું ચાલતા શિખ્યું, અને ચાલતા ચાલતા એકાએક પડી ગયું. પણ એ ત્યાં બેસી ન રહ્યું, એણે ત્યાંથી ઊભા થઈને ફરીથી ચાલવાનો પ્રયાસ કર્યો. જ્યાં સુધી ચાલતા શીખ્યો નહીં, ત્યાં સુધી એણે સતત પ્રયત્નો કર્યા. જ્યારે એ નાનકડાં બાળકમાં એ સમજ હોય કે એક નિષ્ફળતાથી હાર માનીને એ જ સ્થાન પર બેસી ન રહેવાય, તો મોટી ઉંમરની વ્યક્તિ માટે આ સમજવું તો કેટલું સરળ હોવું જોઈએ, નહીં?

sneha dholakiya જીવન અનેક સ્વરૂપોમાં વ્યક્તિને શિક્ષા આપી જાય છે, બસ એ જરૂરી છે...

એક નાનકડું બાળક જ્યારે બગીચામાં ઝૂલા ઝૂલતું હોય છે ત્યારે એનો ચેહરો જોયો છે? એ વખતે એના ચેહરા પર ફક્ત અને ફક્ત આનંદ જોવા મળે છે. એને ખબર છે કે એ ઝૂલા પરથી પડી પણ શકે છે, અને જો એ પડશે તો એને વાગશે પણ ખરું, પણ છતાંય એ નીચે પડવાના ડર કરતાં વધારે ઝૂલા પર બેસવાની મઝા માણવામાં વિશ્વાસ રાખે છે. બસ આ જ રીતે જો આપણે પણ જીવનની દરેક પરિસ્થિતિમાં કંઇક ખોટું થવાનાં ડર માંથી મુક્ત થઈને જે સારું થઈ રહ્યું છે એની મઝા માણીયે તો જીવનનો આનંદ બમણો ન થઈ જાય?

The Benefits of Walking for Children

એક બાળકને દરેક નાની મોટી બાબત વિશે જાણવાની જિજ્ઞાસા હોય છે. કોઈ નવો શબ્દ સાંભળ્યો હોય તો એનો અર્થ શું થાય એને એ જાણવાની જિજ્ઞાસા થાય જ. ઘરમાં કોઈ નવી વાનગી બની હોય તો એ ચાખવાની તો ઇચ્છા થાય, ભલે એને ભાવે કે નહીં, પણ એ ચાખવાની ઇચ્છા તો કરે જ. ક્યાંક કોઈક નવી વસ્તુ જોઈ હોય તો એ શું છે એ જાણવાની કોશિશમાં એ ઘરમાં બધાંને પૂછી વળે કે શું છે અને જ્યાં સુધી એને જવાબ ન મળે ત્યાં સુધી એ ઝપે નહીં. તો આપણે કેમ જિજ્ઞાસાથી દુર જ થતાં જઈએ છે? આપણે જીવનમાં જ્યાં છીએ ત્યાં એટલા સંતુષ્ટ છીએ કે બીજે ક્યાંક શું છે એ જાણવાની ઈચ્છા જ નથી રહી. જો આપણે પણ બાળકોની જેમ દરેક બાબતમાં જિજ્ઞાસા દાખવીએ તો આપણાં વર્તમાનથી સંતુષ્ટ થવાનાં બદલે આપણે ભવિષ્યની પ્રગતિયો તરફ વધારે યોગદાન આપી શકીએ. છેને વિચારવા જેવું?

Top Tips for Keeping Toddlers Safe

જ્યારે એક બાળકને રસ્તામાં ચાલતાં ચાલતાં ક્યાંક કોઈ દુકાનમાં એક રમકડું દેખાય અને એ ગમી જાય તો એ રમકડું લેવાં માટે ખૂબ જ જીદ કરવાં માંડે છે, જ્યાં સુધી એને એ રમકડું ન મળે ત્યાં સુધી એ શાંત નથી થતું. પણ જ્યારે એને બીજી કોઈ વસ્તુ દેખાડવામાં આવે છે ત્યારે એ બાળક એ રમકડું તરત જ ભૂલી જાય છે અને એ પોતાનું ધ્યાન બીજે કેન્દ્રિત કરી લે છે. આપણાં જીવનમાં પણ એવી ઘણી વસ્તુઓ હોય છે જે આપણે દિલથી ઈચ્છતા હોઈએ છીએ પણ જરૂરી નથી કે આપણી ઈચ્છા દરેક સમયે પૂરી થાય. અમુક વાર ઇચ્છિત પરિણામ ન મળે તો એને ભૂલીને આગળ વધવામાં જ સમજદારી છે. પોતાનું ધ્યાન બીજે ફેરવીને વીતેલી કાલ ને ભૂતકાળમાં જ રહેવા દેવું જોઈએ.

What is Lifelong Learning? Its Importance, Benefits & Examples

આપણે હંમેશા બાળકને જ્ઞાન આપવામાં એટલા મશગૂલ થઈ જઈએ છીએ કે બાળક આપણને શું શીખવી જાય છે એ સમજતાં જ નથી. કહેવાય છે ને, ‘ Learning is a lifetime process’ જેનો અર્થ છે કે શિક્ષણ જીવનભર ચાલતું જ રહે છે. જીવન અનેક સ્વરૂપોમાં  વ્યક્તિને શિક્ષા આપી જાય છે, બસ એ શિક્ષા ગ્રહણ કરવા માટે એ વ્યક્તિનું જાગૃત રહેવું અગત્યનું છે.

@ સ્નેહા ધોળકીયા, કટાર લેખક