Not Set/ આ કારણે પુનિયાની જગ્યાએ કોહલીને અપાશે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રમત ગમત મંત્રાલય દ્વારા કરાઈ સ્પષ્ટતા

નવી દિલ્હી, દેશના  સ્ટાર રેસલર બજરંગ પુનિયાની જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને દેશનાં સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ એવોર્ડ ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ આપવાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા આ વિવાદ અંગે પોતાની સ્પષ્ટતા કરી છે. રમત ગમત મંત્રાલય દ્વારા વિરાટ કોહલીએ આપવામાં આવનારા સર્વોચ્ચ સન્માન અંગે જણાવતા કહ્યું, “આ […]

Trending Sports
Virat Kohli 15 આ કારણે પુનિયાની જગ્યાએ કોહલીને અપાશે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રમત ગમત મંત્રાલય દ્વારા કરાઈ સ્પષ્ટતા

નવી દિલ્હી,

દેશના  સ્ટાર રેસલર બજરંગ પુનિયાની જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને દેશનાં સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ એવોર્ડ ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ આપવાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા આ વિવાદ અંગે પોતાની સ્પષ્ટતા કરી છે.

રમત ગમત મંત્રાલય દ્વારા વિરાટ કોહલીએ આપવામાં આવનારા સર્વોચ્ચ સન્માન અંગે જણાવતા કહ્યું, “આ ખેલ રત્ન એવોર્ડ માટેની પસંદગીની પક્રિયાના માપદંડો સ્પષ્ટ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અલગ – અલગ માપદંડો દ્વારા વિભિન્ન રમતોમાં નિર્ણય કરવામાં આવે છે.

virat kohli biography આ કારણે પુનિયાની જગ્યાએ કોહલીને અપાશે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રમત ગમત મંત્રાલય દ્વારા કરાઈ સ્પષ્ટતા
sports-kohli-chosen-for-khel-ratna-over-bajrang-punia-sports-ministry-explains

રમત ગમત મંત્રાલય દ્વારા ટ્વિટર પાર જણાવવામાં આવ્યું છે કે, “પોઈન્ટ સિસ્ટમનો ઉપયોગ કોઈ જુદી જુદી રમતોનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ માટે નહિ પરંતુ, રમતોમાં ખેલાડીઓનું અંતર બતાવવા માટે કરવામાં આવે છે.

mirabai chanu 31 આ કારણે પુનિયાની જગ્યાએ કોહલીને અપાશે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રમત ગમત મંત્રાલય દ્વારા કરાઈ સ્પષ્ટતા
sports-kohli-chosen-for-khel-ratna-over-bajrang-punia-sports-ministry-explains

વિરાટ કોહલી અંગે જણાવતા તેઓ દ્વારા કહેવામાં આવ્યું, “ભારતીય કેપ્ટન કોહલી ICC રેન્કિંગના ૩ ફોર્મેટમાંથી બેમાં ટોપ પર છે, જયારે મીરાબાઈ ચાનું વર્તમાનમાં ઓલમ્પિક રમતોમાં એકમાત્ર ભારતીય વિશ્વ ચેમ્પિયન ખેલાડી છે. આ માપદંડોના આધાર પર બંને ખેલાડીઓને આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે”.

પહેલવાન બજરંગ પુનિયાએ ઉઠાવ્યા હતા સવાલ

574856 punia pti 1 આ કારણે પુનિયાની જગ્યાએ કોહલીને અપાશે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રમત ગમત મંત્રાલય દ્વારા કરાઈ સ્પષ્ટતા
sports-kohli-chosen-for-khel-ratna-over-bajrang-punia-sports-ministry-explains

મહત્વનું છે કે, આ પહેલા ગૉલ્ડ કૉસ્ટ કૉમનવેલ્થ ગેમ અને જકાર્તા એશિયન રમત-ગમતમાં ગૉલ્ડ મેડલ જીતનાર સ્ટાર રેસલર બજરંગ પુનિયાનાં પોઇન્ટ્સ વધારે હોવા છતા તેને એવોર્ડ મળ્યો નથી, એવો આરોપ લગાવવામાં આવ્યો હતો.

પહેલવાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ૮૦ – ૮૦પૉઇન્ટ્સ સાથે સૌથી વધારે પૉઇન્ટ્સ મેળવ્યા હતા, ત્યારે બજરંગ પુનિયાએ કહ્યું કે, “સૌથી વધારે પરફોર્મન્સ પૉઇન્ટ્સ હોવા છતા એવોર્ડ માટે મારુ નામ નજરઅંદાજ કરવામાં આવ્યું તેથી તેઓ કૉર્ટની શરણમાં જશે”.

૨૫ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ આપશે આ એવોર્ડ

જો કે રમત ગમત મંત્રાલય દ્વારા વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનુના નામ પાર અંતિમ મહોર મારવામાં આવી છે, ત્યારે હવે ૨૫ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવશે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર ખેલાડી મારીબાઈ ચાનુને આ એવોર્ડ હેઠળ મેડલ અને રોકડ પુરસ્કાર રકમના ભાગરૂપે ૭.૫ લાખ રૂપિયા મળશે.