નવી દિલ્હી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી SC / ST આરક્ષણ મામલે અનેક ચર્ચાઓ સામે આવી રહી હતી. આ મામલે દેશભરમાં SC / ST સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે એક મહત્વનો ચુકાદો આપ્યો છે.
માત્ર એક જ રાજ્યમાં મળશે આરક્ષણનો લાભ
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ગુરુવારે ચુકાદો આપાતા જણાવવામાં આવ્યું છે કે, “SC / ST આરક્ષણ હેઠળ કોઈ પણ સેવા કે નોકરીમાં લાભ મેળવનારા વ્યક્તિ હવે એક જ રાજ્યમાં આ સેવાઓનો ફાયદો લઈ શકશે, જયારે કોઈ પણ અન્ય રાજ્યમાં આ સેવાઓનો ફાયદો લઇ શકશે નહિ, જ્યાં સુધી તેઓની પોતાની જાતિ સુચિબદ્ધ ન હોય”.
સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવા મુજબ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અખિલ ભારત સ્તર પર આરક્ષણના નિયમ પર વિચાર કરવો યોગ્ય રહેશે. SC અને ST માટે આરક્ષણનો લાભ એક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સીમા સુધી જ સીમિત રહેશે.
વ્યક્તિએ પોતાની જાતિ સુચિબદ્ધ કરવી પડશે
એક રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમૂહના સભ્યો બીજા રાજ્યમાં સરકારી નોકરીના આરક્ષણનો લાભનો દાવો કરી શકતા નથી જ્યાં સુધી તેઓની સુધી તેઓની પોતાની જાતિ સુચિબદ્ધ ન હોય”.
જો કે સુપ્રીમ કોર્ટ સામે સવાલ છે કે, એક રાજ્યમાં જે વ્યક્તિ અનુસૂચિત જાતિમાં છે, તો શું તેઓ બીજા રાજ્યમાં અનુસૂચિત જાતિમળનારા આરક્ષણના લાભ લઇ શકે છે. ત્યારે આ અંગે જવાબ આપતા સર્વોચ્ચ અદાલત દ્વારા જણાવવામાં આવ્યું કે, “આ થઇ શકે એમ નથી”.
રાજ્ય સરકાર પોતાની મર્જીથી યાદીમાં નહી કરી શકે ફેરફાર
સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, કોઈ પણ રાજ્ય સરકાર પોતાની મર્જીથી અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદીમાં કોઈ ફેરફાર કરી શકશે નહિ. આ અધિકાર માત્ર રાષ્ટ્રપતિનો જ છે. અથવા તો રાજ્ય સરકાર સાંસદોની સહમતીથી આ યાદીમાં કોઈ ફેરફાર કરી શકે છે.
જો કે, કોઈ વ્યક્તિ રાજધાની દિલ્હીમાં સરકારી નોકરી કરનારાઓને અનુસૂચિત જાતિના સંબંધમાં આરક્ષણ કેન્દ્રીય યાદીના હિસાબથી મળશે.
મહત્વનું છે કે, આ સિવાયના અન્ય એક મામલે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં નક્કી થશે કે, શું સરકારી નોકરીમાં મળનારા પ્રમોશનમાં પણ SC / ST સમુદાયના લોકોને આરક્ષણ મળવું જોઈએ કે નહિ.