Shocking/ જુનાગઢમાં સિંહને શિકાર કરતા જોવા માટે લોકોએ ગાયને ચારા તરીકે થાંભલે બાંધી અને પછી…

જે દેશમાં ગાયને માતા ગણવામાં આવે છે, તે દેશનાં અમુક નાગરિકો પોતાના મનોરંજન માટે એક અબોલા પશુ કે જેને આપણા દેશમાં માતા કહેવામા આવે છે તેને સિંહ વિરુદ્ધ એક ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે તે કેચલુ ઘૃંણાસ્પદ છે.

Top Stories Gujarat Others
Lion and Cow in Junagadh

આપણા દેશમાં ગાયને માતા કહેવામાં આવે છે, પરંતુ બીજી તરફ ઘણા લોકો તે જ માતા સાથે રમતા પણ જોવા મળે છે. ગુજરાતનાં જૂનાગઢમાં આવેલા ગીરનાં જંગલનાં એક ગામમાં આયોજિત એક ગેરકાયદેસર કાર્યક્રમમાં સિંહની સામે એક ગાયને ચારા તરીકે થાંભલા સાથે બાંધી દેવામાં આવી હતી. આ પછી સિંહે ગાયને મારીને તેનો ખોરાક બનાવી લીધો અને લોકો સિંહને જોતા જ રહ્યા. આ કેસનો વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે 12 લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ સંબંધમાં એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી.

આ પણ વાંચો – ગુજરાત /  રાજયમાં કમોસમી વરસાદના લીધે પાકને નુકસાન થતાં , એક કિલો ટામેટાંનો ભાવ 100 રૂપિયે પહોંચ્યો

અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની અત્યાર સુધીની તપાસ મુજબ ગીર જંગલનાં દેવલિયા રેન્જનાં એક ગામમાં 8 નવેમ્બરે આ ગેરકાયદેસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્ય જેને સાસણ-ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે તે એશિયાટીક સિંહોનું ઘર છે. ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (જૂનાગઢ) એસકે બરવાલે જણાવ્યું હતું કે, “અમે 12 અજાણ્યા લોકો સામે FIR નોંધાવી છે અને ત્રણ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.” વીડિયોનાં આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. વીડિયોમાં એક એશિયાટિક સિંહ એક થાંભલા સાથે બાંધેલી ગાયને મારતો જોવા મળી રહ્યો છે અને તેને જોવા માટે લોકોનું ટોળું ત્યાં એકઠુ થઈ ગયું હતુ. આયોજકે ગેરકાયદેસર ઘટના માટે સિંહને આકર્ષવાના હેતુથી ગાયનો ચારા તરીકે ઉપયોગ કર્યો હતો. વીડિયોમાં સિંહ ગાયને પોતાનો ખોરાક બનાવતો જોવા મળે છે જ્યારે જૂથનાં સભ્યો તેને દૂરથી જોઈ રહ્યા છે. તેમાંથી કેટલાક તેને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરતા જોવા મળે છે.

Lion and Cow in Junagadh

આ પણ વાંચો – જેતપુર /  ૧૦૮ ટીમના કર્મચારીઓની પ્રમાણિકતા, દર્દીના પરિવારજનોને રોકડ તેમજ મોબાઈલ કર્યા પરત

તેમણે કહ્યું, સિંહનો ઉપયોગ કરીને કાર્યક્રમનો આ એક અનોખો જ કિસ્સો છે, જેમાં સિંહને આકર્ષવા માટે કોઈએ બાઈટ આપી હતી. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઈવેન્ટ 8 નવેમ્બરે યોજાઈ હતી અને અમે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેમાં ભાગ લેનારા બહારનાં હતા કે કેમ. આ કેસનાં મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે વધુ તપાસ ચાલુ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી વ્યક્તિઓ પર વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં શિકાર સંબંધિત કલમો (સેક્શન 9) સામેલ છે. આ વર્ષની શરૂઆતમાં ગીર સોમનાથની અદાલતે એશિયાટિક સિંહને હેરાન કરવા બદલ છ લોકોને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. વીડિયોમાં એક વ્યક્તિ સિંહણને ચારા તરીકે મરઘીને લટકાવીને લલચાવતો બતાવવામાં આવ્યો હતો.