આતંકી હુમલો/ પંજાબમાં આતંકવાદીઓ સક્રિય, પઠાણકોટમાં આર્મી કેમ્પનાં ગેટ પર ગ્રેનેડથી કરવામાં આવ્યો હુમલો

પંજાબનાં પઠાણકોટમાં આર્મી કેમ્પનાં ગેટ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યાનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે. વધુ તપાસ ચાલી રહી છે.

Top Stories India
પઠાણકોટ પર હુમલો

પંજાબનાં પઠાણકોટમાં આર્મી કેમ્પનાં ગેટ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યાનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે. વધુ તપાસ ચાલી રહી છે. સમાચાર અનુસાર, એક મોટરસાઇકલ ત્યાંથી પસાર થઈ, તે જ સમયે એક વિસ્ફોટ થયો હતો. મામલાની માહિતી આપતા SSP પઠાણકોટ સુરેન્દ્ર લાંબાએ કહ્યું કે અમને CCTV ફૂટેજ મળવાની આશા છે.

આ પણ વાંચો – AIMIMના / ઓવૈસીએ NPR અને NRCના કાયદા મામલે મોદી સરકારને શું કહ્યું જાણો…

આપને જણાવી દઇએ કે, પંજાબનાં પઠાણકોટમાં આતંકી હુમલો થયો છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, બાઇક પર સવાર માણસોએ ધીરા પુલ પાસે આર્મી કેમ્પનાં ત્રિવેણી દ્વાર ગેટ પર ગ્રેનેડ ફેંક્યો હતો. ગ્રેનેડ હુમલામાં કોઈ જાનહાનિનાં અહેવાલ નથી. ગેટ પર તૈનાત જવાને તેના અધિકારીઓને આ માહિતી આપી હતી. જે બાદ પોલીસને સમાચાર મળ્યા હતા. પોલીસે સમગ્ર પઠાણકોટને સીલ કરી દીધું છે અને ગ્રેનેડ ફેંકનારાઓની શોધ ચાલુ છે. પઠાણકોટનાં SSP સુરેન્દ્ર લાંબાનાં જણાવ્યા અનુસાર આર્મી કેમ્પનાં ગેટ પર ગ્રેનેડ હુમલા સમયે એક બાઇક ત્યાંથી પસાર થઈ હતી. એવું માનવામાં આવે છે કે બાઇક સવારોએ ગેટ પર ગ્રેનેડ ફેંક્યો હતો. જણાવી દઈએ કે પંજાબનાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ઘણી વખત ચેતવણી આપી હતી કે પાકિસ્તાન હવે ફરી પંજાબમાં આતંકવાદને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભૂતકાળમાં, કેન્દ્ર સરકારે પરિસ્થિતિને સમજીને BSFને સરહદથી 50 કિમી સુધી કાર્યવાહી કરવાની સત્તા આપી હતી. પંજાબ સરકારે પણ કેન્દ્રનાં આ પગલા સામે ઠરાવ પસાર કર્યો છે. પંજાબમાં આતંકવાદ ફેલાવવાનાં પાકિસ્તાનનાં પ્રયાસો છેલ્લા ઘણા દિવસોથી ચાલુ છે. પંજાબમાં ડ્રોન દ્વારા હથિયારો છોડવામાં આવ્યા હોવાની ઘણી ઘટનાઓ બની છે. આ ઉપરાંત પોલીસનાં દરોડામાં ખતરનાક હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે.

આ પણ વાંચો – OMG! / મોબાઈલ રિપેર કરવાના બહાને જોતો હતો યુવતીનાં પ્રાઈવેટ Photos અને પછી થયુ કઇંક આવું

જણાવી દઈએ કે પઠાણકોટમાં જ વર્ષ 2016માં પાકિસ્તાની આતંકવાદીઓએ એરફોર્સ સ્ટેશન પર હુમલો કર્યો હતો. 5 આતંકવાદીઓ વાડ કાપીને એરફોર્સ સ્ટેશનમાં ઘૂસ્યા હતા. તેઓ 40 કલાકથી વધુ સમય સુધી લડતા રહ્યા. જેમાં 3 જવાનો પણ શહીદ થયા હતા. છુપાયેલા તમામ 5 આતંકીઓને મોટી મુશ્કેલીથી ઠાર કરવામાં આવ્યા હતા. પંજાબ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. ઘણી જગ્યાએ નાગરિકોનાં મોત થયા છે. જો કે સેના અને અર્ધલશ્કરી દળો સતત આતંકીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. આ કારણોસર હવે પાકિસ્તાન દ્વારા પંજાબમાં મોરચો ખોલવામાં આવી રહ્યો છે. 80નાં દાયકામાં પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદી આંદોલન ચાલતું હતું. તે દરમિયાન હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. પંજાબનાં CM બિઅંત સિંહની પણ આતંકીઓએ હત્યા કરી હતી.