Odisha Train Accident/ 2016 પછીનો સૌથી મોટો ટ્રેન અકસ્માત, રેલવેના સુરક્ષા કવચ પર ઉભા થયા સવાલ

ઓડિશાના બાલાસોર પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. વર્ષ 2016-17 પછી આટલો મોટો ટ્રેન અકસ્માત થયો છે. છેલ્લા લગભગ 7 વર્ષથી રેલ દુર્ઘટનાઓ બંધ થઈ ગઈ હતી

Top Stories India
7 1 2016 પછીનો સૌથી મોટો ટ્રેન અકસ્માત, રેલવેના સુરક્ષા કવચ પર ઉભા થયા સવાલ

ઓડિશાના બાલાસોર પાસે શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. વર્ષ 2016-17 પછી આટલો મોટો ટ્રેન અકસ્માત થયો છે. છેલ્લા લગભગ 7 વર્ષથી રેલ દુર્ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ આ દુર્ઘટનાએ રેલવેની સુરક્ષા કવચ યોજના પર સવાલો ઉભા કર્યા છે. શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ (12841) માલગાડી સાથે અથડાઈ હતી. જે બાદ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ એક્સપ્રેસનું એન્જિન ગુડ્સ ટ્રેનના વેગન પર ચઢી ગયું હતું. જેમાં 18 જેટલા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા

અકસ્માત બાદ ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) દ્વારા ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની ટીમને તાત્કાલિક બાલાસોર રવાના કરવામાં આવી હતી. ઓડિશા સરકારની સૂચના પર આસપાસના જિલ્લાઓમાંથી વધારાની ફાયર બ્રિગેડ, ડોક્ટર્સ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાત કરી અને મદદની ઓફર કરી.

1 જૂનના રોજ, નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ખાતે, રેલ્વે મંત્રાલયે રેલ્વેની સલામતી અને ટેકનોલોજી પર બે દિવસીય ધ્યાન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત રેલ્વે બોર્ડના તમામ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો,રેલ્વે મંત્રીએ રેલ સુરક્ષા અને નવી ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને વિનંતી કરી કે તેઓ 30,000 RKM માટે ટ્રેનની સ્પીડને 160 kmph સુધી વધારવા પર વિચાર કરે. તેમણે કહ્યું કે તેઓ વાર્ષિક 1100 કરોડ મુસાફરોની જરૂરિયાતોને પહોંચી વળવાના માર્ગ અને ભીડને નિયંત્રિત કરવાની તકનીક પર કામ કરી રહ્યા છે.