પંજાબ/ લુધિયાણા કોર્ટ પરિસરમાં જોરદાર વિસ્ફોટ, બેનાં મોત

પંજાબના લુધિયાણાના કોર્ટ પરિસરમાં બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. આમાં બે વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ઘાયલ છે.

Top Stories India
લુધિયાણા

દિલ્હી બાદ હવે પંજાબના લુધિયાણા કોર્ટ પરિસરમાં વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. આમાં બે વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ઘાયલ છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા હતા. સર્વત્ર અરાજકતા હતી. બ્લાસ્ટ કેવી રીતે થયો તે કોઈ સમજી શક્યું નથી.

આ પણ વાંચો :તમિલનાડુમાં ઓમિક્રોન વિસ્ફોટ, એક જ દિવસમાં સામે આવ્યા 33 નવા કેસ

હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ કોમ્પ્લેક્સના બીજા માળે થયો હતો. વિસ્ફોટ શેનો હતો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બ્લાસ્ટ લુધિયાણા કોર્ટની કોપી બ્રાન્ચમાં થયો હતો. હાલ કોર્ટમાં વકીલોની હડતાળ ચાલી રહી છે તેથી કોર્ટમાં વધારે ભીડ જોવા મળી નથી.

જબરદસ્ત વિસ્ફોટથી 6 માળની ઈમારત હચમચી ગઈ હતી. બ્લાસ્ટ બોમ્બ બ્લાસ્ટ હતો કે સિલિન્ડર ફાટ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો : દેશમાં રસીકરણ અંગે સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું નિવેદન, કહ્યું, “ભારતમાં 60 % લોકોને અપાયા રસીના બે ડોઝ

મળતી માહિતી મુજબ ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિસ્ફોટ ને કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરાયેલા કેટલાય વાહનોને પણ નુકસાન થયું હતું. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ કોર્ટ પરિસરમાં ત્યારે થયો જ્યારે જિલ્લા કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :નવા વર્ષની ઉજવણીની છે તૈયારી! દિલ્હી, મુંબઈ સહિત આ શહેરમાં લાગ્યા પ્રતિબંધો  

લુધિયાણા જિલ્લા કોર્ટ સંકુલમાં થયેલા વિસ્ફોટ પર પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, “હું લુધિયાણા જઈ રહ્યો છું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો આવા કૃત્યો કરી રહ્યા છે. સરકાર એલર્ટ પર છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં.”

આ પણ વાંચો : પ્રારંભિક લક્ષણો તાવ નથી, વધુ વજનવાળા લોકોને જોખમ, ઓમિક્રોન શોધનાર ડોક્ટરે 10 પ્રશ્નોના આપ્યા જવાબ

પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી દરમિયાન જ આવી ઘટનાઓ સામે આવે છે. બ્લાસ્ટ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી છે.

ચૂંટણી દરમિયાન, 31 જાન્યુઆરી 2017ના રોજ, ભટિંડાની મૌર મંડી વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારની જાહેર સભામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. આ બ્લાસ્ટમાં પાંચ નિર્દોષ લોકો સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. બોમ્બમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુકરમાંથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આમાં મારુતિ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :ઓમિક્રોન અંગે સરકાર એક્શન મોડમાં, PM મોદી આજે કરશે સમીક્ષા બેઠક