ગુજરાત/ કોરોનાથી સ્કુલો બંધ કરવા અંગે જીતુ વાઘાણીએ આપ્યું આ નિવેદન

જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે આરોગ્ય વિભાગ સાથે બેઠક ચાલે છે. અને વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા વાલીઓ પાસેતી સંમતિપત્રક…

Top Stories Gujarat Rajkot Others
જીતુ વાઘાણીએ

કોરોનાથી સ્કુલો બંધ કરવા મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે આરોગ્ય વિભાગ સાથે બેઠક ચાલે છે. અને વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા વાલીઓ પાસેતી સંમતિપત્રક પણ લેવામાં આવે છે.વધુમાં તેઓએ કહ્યું કે જો કોઈ ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો :ગુજરાતમાં ઓમિક્રોનનો કહેર, રાજ્યમાં વધી શકે છે આ નિયંત્રણો

વાઘાણીએ કહ્યું કે, ઓનલાઈન માટે વિકલ્પ રહેશે. ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે. કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે. કોરોનાના કેસ વધતા રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, દરેક સ્કૂલોએ કોરોના ગાઈડલાઇનનું કડક પાલન કરવાનું રહેશે. આરોગ્ય વિભાગ સાથે અમારી વાતચીત ચાલી રહી છે અને અનેકવાર અમારા વિભાગો દ્વારા પરીપત્રો પણ થયા છે. કોવિડ ગાઇડલાઇનનું કડક પાલન થાય. આમ પણ વાલીની સંમતિથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા હોય છે. એ પુનઃ એકવાર સંમતિપત્ર લેવાનું અને ડીપીઓ-ડીઇઓ દ્વારા એક ડ્રાઇવ લેવાનું પણ નક્કી કર્યું છે.

આ પણ વાંચો :પાકિસ્તાન જીંદાબાદના વાયરલ થયેલા વિડીયોમાં કઈક આવું નીકળ્યું

વાઘાણીએ જણાવ્યું હતું કે, જે તે વિદ્યાર્થીઓ ઓફલાઇન ભણવા માંગે છે, તેમના માટે વ્યવસ્થા તાત્કાલિક રૂપે બને એના માટે શિક્ષણ વિભાગે સૂચનાઓ આપી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિઓ ધ્યાને રાખવામાં આવશે. પણ હાલ, આ પ્રકારની કડક સૂચનાઓ સાથે આપણી જે ગાઇડ લાઇન છે, તેની જાળવણી થાય તે જરૂરી છે.

આ પણ વાંચો :આ 50000 રૂપિયા રાખો અને આ ડ્રગ ભારતમાં પહોચાડી આવો : જખૌ દરિયાકાંઠેથી ઝડપાયેલા ડ્રગ્સ કેસ મામલે

આ પણ વાંચો : રાજ્યના 7 SPને DIG તરીકે બઢતી અપવામાં આવી..જાણો વિગત..

આ પણ વાંચો :દેણું વધી જતા આંગળીયા પેઢીના કર્મચારીએ જ લૂંટનું નાટક કર્યાનો ધડાકો