હળવદ શહેરની મધ્યમાં આજે બરબપોરે એસબીઆઈ બેન્ક સામે પીએમ આંગળિયા પેઢીના કર્મચારીને તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાતું હોવાનું કહી રૂપિયા 40 લાખની લૂંટ ચલાવવાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પોતાના ઉપર દેણું વધી જતા આંગળીયા પેઢીના કર્મચારીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સ્પષ્ટ બનતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો છે.
આ પણ વાંચો ;મની લોન્ડરિંગ / 200 કરોડ મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહી સરકારી સાક્ષી બનવા તૈયાર!
હળવદ સહીત મોરબી જિલ્લામાં ચકચાર જગાવનાર ઘટનાની વિગતો જોઈએ તો હળવદ પીએમ આંગળીયા પેઢીમાં કામ કરતા વાંકાનેરના અમરગીરી ગૌસ્વામી નામના કર્મચારી પોતાની કારમાં રૂપિયા 40 લાખની રકમ લઈને નીકળ્યા ત્યારે હળવદ શહેરમાં એસબીઆઈ બેન્ક નજીક અજાણ્યા શખ્સે તમારી કારમાંથી ઓઇલ ઢોળાઈ છે તેવું કહેતા આ કર્મચારી કારની નીચે ઉતરતા ગઠિયો રૂપિયા 40 લાખ ભરેલો થેલો લઈ પલાયન થઇ ગયો હોવાનું અમરગીરી ગૌસ્વામીએ જાહેર કરતા હળવદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મોરબી એલસીબી સહિતનો પોલીસ કાફલો તાબડતોબ હળવદ પહોંચી ગયો હતો.
આ પણ વાંચો ;આનંદ મહિન્દ્રાનું ટ્વિટ / આનંદ મહિન્દ્રા કિકસ્ટાર્ટરને ‘જીપ’ને બદલે બોલેરો આપશે, જાણો શું છે કારણ….
બીજી તરફ લૂંટ તફડંચીના ભેદભરમવાળા આ કેસમાં ફરિયાદી આંગડિયા કર્મચારી જ શંકાના પરિઘમાં આવતા પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી ઉલટ તપાસ શરુ કરી હતી પરંતુ વાંકાનેરના અંગળીયા પેઢીના કર્મચારીએ ઓઇલ ઢોળાવાની કેસેટ વગાડવાનું ચાલુ રાખતા પોલીસે ત્રીજું નેત્ર ખોલતા જ આંગળિયા કર્મચારી અમરગીરી ગૌસ્વામી પોપટ બની ગયો હતો અને પોતાના ઉપર દેણું વધી ગયું હોય નાના ચોરાઈ જવાનું તરકટ રચ્યાની કબૂલાત આપતા પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી કાનૂની કાર્યવાહી શારુઇ કરી આ તફડંચીમાં કોણ-કોણ સામેલ છે તે અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
