Not Set/ વડોદરાથી કેતન ઈનામદારે શરુ કરેલો નારાજગીનો રેલો પહોચ્યો ભાવનગર, જાણો હવે કયા પૂર્વ ભાજપી ગૃહમંત્રીએ દર્શાવી નારાજગી ..?

 ભાજપના પૂર્વ ગૃહપ્રધાનની નારાજગી મહેન્દ્ર ત્રિવેદીએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી કનસરા શુદ્ધિકરણમાં નિરાકરણ ન આવતા નારાજગી મનપા કમિશનર, GPCBના અધિકારીઓ સામે નારાજગી મહેન્દ્ર ત્રિવેદી હાલમાં પવિત્ર વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન વડોદરા બાદ હવે ભાવનગર ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રીવેદીની ભાજપ સાથે નારાજગી સામે આવી છે. ભાજપમાં આ અંતરીક બળવાના મૂળ ક્યાંથી રોપાયા છે. […]

Gujarat Others
  •  ભાજપના પૂર્વ ગૃહપ્રધાનની નારાજગી
  • મહેન્દ્ર ત્રિવેદીએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી
  • કનસરા શુદ્ધિકરણમાં નિરાકરણ ન આવતા નારાજગી
  • મનપા કમિશનર, GPCBના અધિકારીઓ સામે નારાજગી
  • મહેન્દ્ર ત્રિવેદી હાલમાં પવિત્ર વિકાસ યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન

વડોદરા બાદ હવે ભાવનગર ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રીવેદીની ભાજપ સાથે નારાજગી સામે આવી છે. ભાજપમાં આ અંતરીક બળવાના મૂળ ક્યાંથી રોપાયા છે. તે તો ખબર નથી પણ રોજ કોઈને કોઈ ધારાસભ્ય આ રીતે પોતાની નારાજગી વ્યક્ત કરે છે ગુજરાતમાં સત્તાધીન ભાજપ સરકાર અને તેમાય ખાસ કરીને સરકારના મવોડી મંડળ માટે લાલબત્તી સમાન છે.

પહેલા સાવલીના કેતન ઈનામદાર પછી વાઘોડીયાના મધુ શ્રીવાસ્તવ અને હવે ભાવનગરના પૂર્વ ભાજપી ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીની નારાજગી સામે આવી છે.

જે દર્શાવે છે કે, ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. એક પછી એક ધારાસભ્યોની  સરકાર સામે બાંયો ચઢાવી પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ પણ સરકાર સામે નારાજગી દર્શાવી છે.

પૂર્વ ભાજપી ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા કનસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ પર સવાલ ઉભા કર્યાં છે. તેમણે જણાવ્યું છે કે, 2002માં આ પ્રોજેક્ટ માટે 25 લાખ રૂપિયા ફળવાયા હતા પરંતુ કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. તેમણે આ મુદ્દે મનપા કમિશનર-GPCB સામે કોર્ટમાં ફરિયાદ કરી છે.

મંતવ્ય ન્યુઝ સાથેનીવાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મેં કનસરા પ્રાંત અધિકારી ને ફરિયાદ કરી છે. પોલ્યુશન બોર્ડ માં પણ રજુવાત કરી છે. હું કોઈ થી નારાજ નથી. હું 27 તારીખે પૂર્વ ધારાસભ્યો ના ધરણા ના કાર્યક્રમ માં જઈશ. તેમની મંગણીઓ સાચી છે. ગઈકાલની મધુ શ્રી વાસ્તવ ની ઘટના પર તેમને જણાવ્યું હતું કે  કોઈ પણ વ્યક્તિ એ સંયમ જાળવવો જોઈએ,  લોકો નું માન સન્માન જળવાવવું જોઈએ.

https://www.facebook.com/mantavyanews/videos/499478787426272/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.