Ahmedabad : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આજે (22 માર્ચે) અમદાવાદ, ગુજરાત ખાતે યોજાનારી AICC મીટિંગ માટે અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખે 8મી અને 9મી એપ્રિલ, 2025ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે યોજાનારી AICC મીટિંગના અસરકારક સંગઠન માટે, વિવિધ સમિતિઓની રચના માટેના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપીને વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી કે.સી. વેણુગોપાલએ પરિપત્ર જાહેર કરીને આ માહિતી આપી છે.
સ્વાગત સમિતિ માટે શક્તિસિંહ ગોહીલને અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા છે. નેતા અમિત ચાવડાને કન્વીનર તરીકેની નિમણૂક કરવામાં આવી છે.
1) શક્તિસિંહ ગોહિલ, અધ્યક્ષ
2 )અમિત ચાવડા, કન્વીનર
3 રામક્રિશન ઓઝા,
4 શ્રીમતી ઉષા નાયડુ
5 કુ. સુભાષિની યાદવ
6 ભૂપેન્દ્ર મારવી
7 જગદીશ ઠાકોર
8 ભરતભાઈ સોલંકી
9 શ્રી સિદ્ધાર્થ પટેલ
10 પરેશ ધાનાણી
11 શુખરામ રાઠવા
12 મધુસુદન મિસ્ત્રી
13 લાલજી દેસાઈ
14 રૂત્વિક મકવાણા
15 આનંદભાઈ ચૌધરી
16 નિલેશ પટેલ (લાલાભાઈ)
17 પલક વર્મા
18 શૈલેષ પરમાર
19 જીજ્ઞેશ મેવાણી
20 કદીર પીરઝાદા
21 લલિત કગથરા
22 ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
23 સાંસદ ગેનીબેન ઠાકોર
24 દિપક બાબરીયા
25 અમીબેન યાજ્ઞિક
26 તુષાર ચૌધરી
27 ડૉ. કિરીટ પટેલ
28 કાંતિભાઈ ખરાડી
29 વિમલ ચુડાસમા
30 અનંત પટેલ
31 ઈમરાન ખેડવાલા
32 અમૃતજી ઠાકોર
જાણો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા કેવી છે. 7 એપ્રિલની સાંજે 7 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાશે. દેશના જુદા જુદા રાજ્યોને જોડતો એક સાંસ્કૃત્તિક કાર્યક્રમ દ્વારા ભારતની ઝાંખી દેખાડાશે. 8 એપ્રિલે સવારે 11 વાગ્યે શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યે ગાંધીઆશ્રમમાં પ્રાર્થના સભા થશે. કોંગ્રેસના સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ મુખ્ય આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેશે. 9 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે.
આ પહેલા 1961માં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આમ 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે. તેમાં પણ યોગાનુયોગ 1961માં ભાવનગરમાં અધિવેશન મળ્યું હતું અને આ વખતે ભાવનગરના વતની એવા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ પદે છે. તે અધિવેશન સમયે વર્તમાન પ્રદેશ પ્રમુખ માત્ર 1 વર્ષના હતા. લોકસભા ચૂંટણી-2024 બાદ રાહુલ ગાંધી જુલાઈ, 2024માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો તે રીતે ગુજરાતમાં પણ હરાવીશું.
આ પણ વાંચો: કોંગ્રેસ ફરીથી બેઠી થશે? 700 જીલ્લાના અધ્યક્ષને દિલ્હીનું તેડું
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડમાં દિકરીને ન્યાય અપાવવાની જગ્યાએ મનોબળ તોડ્યું, કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો