Jamnagar News/ જામનગરમાં PGVCLના બે કર્મચારી લાંચ લેતા ઝડપાયા

નવા ટ્રાન્સફોર્મર (TC) અને મીટર લગાવી વીજ કનેક્શન મંજૂર કરવા બદલ નાયબ ઇજનેર રૂષી દિનેશચંદ્ર પરમારે શરૂઆતમાં ₹1 લાખની લાંચ (Bribe)ની માંગણી કરી હતી

Gujarat Others
જામનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી PGVCLના બે કર્મચારીઓને ₹80 હજારની લાંચ (Bribe) લેતા ઝડપી પાડ્યા છે

Jamnagar News : જામનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી PGVCLના બે કર્મચારીઓને ₹80 હજારની લાંચ (Bribe) લેતા ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ ગયો છે.

ACBના જણાવ્યા મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા અને નવા વીજ કનેક્શન માટે સાપર સબ ડિવિઝન, PGVCL કચેરીમાં અરજી કરી હતી. જોકે લાંબા સમય સુધી અરજી પર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

નાયબ ઇજનેર રૂષી દિનેશચંદ્ર પરમારે શરૂઆતમાં ₹1 લાખની લાંચ (Bribe) માંગી હતી

ફરિયાદ મુજબ, નવા ટ્રાન્સફોર્મર (TC) અને મીટર લગાવી વીજ કનેક્શન મંજૂર કરવા બદલ નાયબ ઇજનેર રૂષી દિનેશચંદ્ર પરમારે શરૂઆતમાં ₹1 લાખની લાંચ (Bribe)ની માંગણી કરી હતી. બાદમાં વાટાઘાટોના અંતે ₹80 હજાર લેવાની સંમતિ થઈ હતી.

ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ જામનગર-ખંભાળિયા હાઇવે પર મોટી ખાવડી નજીક નાગાર્જુન પેટ્રોલ પંપ સામે ટ્રેપ ગોઠવી હતી.

ટ્રેપ દરમિયાન આસિસ્ટન્ટ લાઇનમેન મનોજભાઈ ડુંગારામ પ્રજાપતિએ નાયબ ઇજનેરની તરફથી ફરિયાદી પાસેથી ₹80 હજારની લાંચની રકમ સ્વીકારી હતી. ACBની ટીમે સ્થળ પર જ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ નાયબ ઇજનેર રૂષી પરમારને પણ તેમની કચેરીમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

ACB દ્વારા બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની અને વધુ તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા