Vadodara News/ વડોદરામાં કુંઢેલાની સેન્ટ્રલ યુનિવર્સિટીના 11 વિદ્યાર્થીઓની તબિયત લથડી, ફૂડ સેમ્પલ તપાસ માટે મોકલાયા

Vadodaraના કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના 11 વિદ્યાર્થીઓની તબિયત લથડતા સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. ફૂડ પોઈઝનિંગ કે હીટ સ્ટ્રોકની આશંકા વચ્ચે તપાસ શરૂ.

Gujarat Top Stories Vadodara
Vadodara students Food Poisoning

Vadodara students Food Poisoning: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુંઢેલામાં આવેલી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તબિયત લથડતા દોડધામ મચી ગઈ છે. યુનિવર્સિટીના 11 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પાછળ ફૂડ પોઈઝનિંગ કે હીટ વેવની અસર હોવાની આશંકા સેવાઈ રહી છે.

Vadodara : રાત્રે અચાનક તબિયત લથડી

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા 11 વિદ્યાર્થીઓને અચાનક જમ્યા બાદ અસ્વસ્થતા અનુભવાઈ હતી. વિદ્યાર્થીઓએ પેટમાં અસહ્ય દુખાવો અને ઝાડા-ઉલટી થતા હોવાની ફરિયાદ કરી હતી. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ફૂડ પોઈઝનિંગ કે હિટ સ્ટ્રોકની આશંકા

આ મામલે યુનિવર્સિટી સત્તાધીશોનું કહેવું છે કે, દર અઠવાડિયે વિદ્યાર્થીઓને ખરીદી માટે વડોદરા શહેરમાં લઈ જવામાં આવે છે. 18 એપ્રિલના રોજ આ વિદ્યાર્થીઓ આખો દિવસ શહેરમાં રહ્યા હતા અને રાત્રે પરત ફર્યા બાદ તેમની તબિયત લથડી હતી. સત્તાધીશોના મતે જો હોસ્ટેલના ખોરાકમાં ગરબડ હોત તો મેસમાં જમનારા તમામ 1000 વિદ્યાર્થીઓને અસર થઈ હોત, પરંતુ માત્ર 11 જ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે. આથી, બહારનું ખાવાનું અથવા કાળઝાળ ગરમીને કારણે હીટ સ્ટ્રોક લાગ્યો હોવાની પણ શક્યતા છે.

હેલ્થ લેબોરેટરીમાં મોકલાશે સેમ્પલ

જોકે, યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહી જાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. હોસ્ટેલના ફૂડ સેમ્પલ મેળવીને તેને હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. સત્તાધીશોએ ખાતરી આપી છે કે જો રિપોર્ટમાં કોઈ ક્ષતિ જણાશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચોઃ એક જ એક્સપ્રેસવેથી પાંચ રાજ્યોની કિસ્મત પલ્ટાશે

આ પણ વાંચોઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું પીએમ મોદી કરશે ઉદઘાટન

આ પણ વાંચોઃ PM મોદી આજે આપશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે-1ની ભેટ, જાણો ખાસિયત