india news/ પીએમ મોદીની પેટ્રોલિયમ ઉત્પાદનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા વિનંતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગરિકોને એક મોટી અપીલ કરી છે, જેમાં તેમને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનો (Petroleum Products)નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

Top Stories India Breaking News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રવિવારે નાગરિકોને એક મોટી અપીલ કરી છે, જેમાં તેમને પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલા સંકટ વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનો (Petroleum Products)નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી હતી. હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા, મોદીએ બળતણ વપરાશમાં સંયમ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

Petroleum Productsનો વિવેકપૂર્ણ ઉપયોગ કરોઃ પીએમ મોદી
Petroleum Productsનો વિવેકપૂર્ણ ઉપયોગ કરોઃ પીએમ મોદી

ભારત Petrolum Products ની મોટાપાયા પર આયાત કરે છે

તેમણે આનું કારણ આપતા જણાવ્યું હતું કે ભારત નોંધપાત્ર પ્રમાણમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (Petroleum Products)ની આયાત કરે છે. તેમણે તેલંગાણામાં આશરે ₹9,400 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ આ નિવેદન એવા સમયે આપ્યું હતું જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અટકળો ચાલી રહી છે. સસ્તા પેટ્રોલ અને ડીઝલ વેચવાને કારણે તેલ કંપનીઓ દરરોજ આશરે ₹1,600-1,700 કરોડનું નુકસાન કરી રહી છે.

Petroleum Productsનો વિવેકપૂર્ણ ઉપયોગ કરોઃ પીએમ મોદી
Petroleum Productsનો વિવેકપૂર્ણ ઉપયોગ કરોઃ પીએમ મોદી

પીએમ મોદીએ કરેલી વિનંતી દર્શાવે છે કે કયા પ્રકારની સ્થિતિ દેશમાં ઇંધણના મોરચે પ્રવર્તી રહી છે. દેશમાં ઇંધણના મોરચે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેના કારણે પેટ્રોલ-ડીઝલથી લઈને રાંધણગેસના સિલિન્ડરનો પુરવઠો સરકારે મહામહેનતે પૂરો પાડી રહી છે. તેના કારણે હવે પીએનજી કનેકશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

એલપીજીનો વિકલ્પ પીએનજી: PM Modi

સ્થાનિક પીએનજી કંપનીઓનું પણ કહેવું છે કે જો દેશમાં 33 કરોડ એલપીજી જોડાણનું પીએનજીમાં રૂપાંતર કરી શકાય તો દેશને એલપીજી પર આધારિત ન રહેવું પડે.  દેશ પીએનજી માટે જોઈએ તેટલો પુરવઠો પૂરતા પ્રમાણમાં પૂરો પાડવા સજ્જ છે. પશ્ચિમ એશિયાની કટોકટીનો હજી પણ અંત આવ્યો નથી. તેથી કેન્દ્ર સરકાર હાલમાં તો વિવિધ દેશોમાંથી આયાતોનું વૈવિધ્યીકરણ કરી રહી છે. તેની સાથે પેટ્રોલ પછી હવે ડીઝલમાં પણ ઇથેનોલનો હિસ્સો 20 ટકા સુધી કરવાનું આયોજન ચાલે છે. આ સિવાય પ્લેન દ્વારા ઉપયોગમાં લેવાતા એટીએફમાં પણ મિથેનોલના મિશ્રણની વાત ચાલી રહી છે.  આ ઉપરાંત 100 ટકા ઇથેનોલવાળા વાહનો લાવવાની પણ વાત ચાલી રહી છે, જેથી ખેડૂતોને રાહત પૂરી પાડી શકાય.


આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, જાણો દિલ્હીથી મુંબઈ સુધીના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹3000 ને પાર, રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, ‘હવે પેટ્રોલ-ડીઝલનો વારો’

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ મોંઘું નહીં થાય, સરકારની સ્પષ્ટતા