Surat News/ ‘AAP’ના ખેસ પાછળ હપતાખોરી, યુવા નેતાની વેપારીઓને ડરાવી લાખોની ખંડણી!

સુરતમાં AAP યુવા નેતાના સાગરીત પર સસ્તા અનાજ વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ છે. હપતાખોરીનો વીડિયો સામે આવતા પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે.

Gujarat Surat Trending
AAP

Surat AAP Youth Wing Extortion Video: સુરત શહેરમાં આમ આદમી પાર્ટી (AAP)ના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોષી અને તેના નજીકના સાગરીત સંપત ચૌધરી સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, બંને આરોપીઓ સસ્તા અનાજના વેપારીઓને ટાર્ગેટ બનાવી કાળાબજારીના ખોટા આરોપ લગાવી વીડિયો બનાવતા હતા અને ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ‘સેટલમેન્ટ’ના નામે મોટી રકમ ઉઘરાવતા હતા.

રોકડ લેતા વિડિયોએ ખોલી હપ્તાખોરીની પોલ

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સસ્તા અનાજના વેપારીઓએ હિંમત દાખવી ખંડણીની રકમ આપવાનો આખો દ્રશ્ય પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો. ગોડાદરા વિસ્તારમાં એક વેપારી પાસેથી એક લાખ રૂપિયાની રોકડ રકમ સ્વીકારતો સંપત ચૌધરી વીડિયોમાં સ્પષ્ટ રીતે નજરે પડે છે. વેપારીઓ દ્વારા બનાવાયેલા આ વીડિયોએ ‘સેટલમેન્ટ’ના નામે ચાલતા હપ્તાખોરીના કાળા ખેલને ખુલ્લો પાડ્યો છે. રોકડ લેવડદેવડના સ્પષ્ટ દૃશ્યો સામે આવતા જ પોલીસ હરકતમાં આવી અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી.

દર મહિને 25 હજારનો હપ્તો!

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આમ આદમી પાર્ટી (AAP)ના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોષી પર આરોપ છે કે તેણે એકસાથે અંદાજે 10 સસ્તા અનાજની દુકાનોને નિશાન બનાવી હતી. દરેક દુકાન પાસેથી દર મહિને 25 હજાર રૂપિયાનો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો. વેપારીઓનો આરોપ છે કે, તમામ દુકાનો પાસેથી મળીને સાડાત્રણ લાખ રૂપિયા વસૂલવાની માંગણી કરવામાં આવી હતી. કાળાબજારીના ખોટા આરોપ લગાવી અને વીડિયો બનાવી બદનામ કરવાની ધમકી આપી આ રકમ ઉઘરાવવાની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી.

‘AAP’નો ખેસ પહેરી ધમકીનો ખેલ

આરોપીઓની કાર્યશૈલી અત્યંત ગોઠવેલી અને આયોજનબદ્ધ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, શ્રવણ જોષી આમ આદમી પાર્ટી (AAP)નો ખેસ પહેરી સરકારી માન્ય સસ્તા અનાજની દુકાનોમાં જઈ જાહેરમાં દુકાનદારો પર ગેરરીતિના આરોપ લગાવતો હતો. આરોપ છે કે, તે દુકાનમાં જઈ મોબાઇલમાં વીડિયો બનાવતો અને આ વીડિયો આધારે લાઇસન્સ રદ કરાવી દેવાની ધમકી આપતો. કાયદાકીય કાર્યવાહી અને જાહેર બદનામીના ડરથી વેપારીઓ ભયમાં આવી જતા અને બાદમાં ‘સમાધાન’ માટે તૈયાર થતા હોવાનો ખુલાસો થયો છે.

AAP

વેપારીઓએ રચ્યો ટ્રેપ, પોલીસને સોંપ્યા પુરાવા

આરોપીઓની હપ્તાખોરીથી કંટાળીને સસ્તા અનાજ વેપારી એસોસિયેશનના સભ્યોએ અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલા દબાણ અને ધમકીઓ બાદ વેપારીઓએ સંયુક્ત રીતે પગલું ભરી સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો. એસોસિયેશનની મદદથી યોજનાબદ્ધ રીતે એક લાખ રૂપિયાની રોકડ રકમ આપતી વખતે સમગ્ર દ્રશ્ય મોબાઇલમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ વીડિયો હવે આ કેસનો સૌથી મજબૂત અને નિર્ણાયક પુરાવો બન્યો છે.

DCP રાજદીપસિંહ નકુમનું નિવેદન

ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું છે કે આરોપીઓ વેપારીઓમાં ડર ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. ખોટા આરોપો લગાવી વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી ખંડણી વસૂલવાની રીત અપનાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાના સ્પષ્ટ પુરાવા મળ્યા છે. આ આધારે બંને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડના સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીના ગાંધીનગર પ્રભારીનું રાજીનામુ

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીના MLAની પત્નીની ધરપકડ, જાણો શું લાગ્યો આરોપ