Junagadh News: જૂનાગઢમાં પાઇપલાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી હતી. ગેસ પાઇપલાઇન તૂટી જતાં જબરદસ્ત આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં જબરદસ્ત આગ ફાટી નીકળી હતી. આગના કારણે થયેલી દુર્ઘટનામાં માતાપુત્રી સહિત ત્રણના મોત થયા હતા અને ત્રણ ઇજા પામ્યા હતા. જૂનાગઢ મનપાના જેસીબી દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી.
આ આખી ઘટના જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે બની હતી. મનપાની બાંધકામ શાખાના ઇજનેરે તેમા સરેન્ડર કર્યુ હતુ. આ આખી દુર્ઘટનામાં જૂનાગઢ મનપાની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી. આના માટે મનપાના બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર જયેન્દ્રસિંહ ઝાલાને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જયેન્દ્રસિંહ ઝાલા દુર્ઘટના પછી ભાગતા ફરતા હતા. તેમણે પછી પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.
પોલીસે ફરિયાદ મળતા ડ્રાઇવર સામે કાર્યવાહી કરી હતી. આ કેસ હાઇકોર્ટમાં પહોંચતા હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી. છેવટે મનપાના કાર્યપાલક ઇજનેર સામે ગુનો નોંધાયો હતો. એક સમયે આરોપી જયેન્દ્રસિંહ ઝાલા ફરાર હતા, પરંતુ પોલીસની ભીંસ વધતા જયેન્દ્રસિંહ ઝાલાએ સરન્ડર કર્યુ હતું.
પોલીસે આ કેસમાં ઇરાદા વગરની હત્યાનો ગુનો નોંધીને ઝાલાની ધરપકડ કરી છે. તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. જો આ કેસમાં કાર્યપાલક ઇજનેર સામે કાર્યવાહી થાય તો આગામી દિવસોમાં દરેક સરકારી કામમાં આ પ્રકારે જાનહાનિ થાય તો કાર્યપાલક ઇજનેરની જવાબદારી બનશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકાશે. આમ જાહેર બાંધકામના કિસ્સામાં થતી જાનહાનિમાં ઇજનેર તેની જવાબદારીમાંથી બચી નહીં શકે.
આ પણ વાંચો: Junagadh News/જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી પર સરપંચોએ લગાવેલા આક્ષેપને ભાજપ મંત્રીએ ફગાવ્યો
આ પણ વાંચો: Junagadh News/જુનાગઢમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાનો સરપંચનો ખુલાસો, જિલ્લા BJP મંત્રીને ટકાવારી આપવી પડે તેવી સરપંચની વેદના
આ પણ વાંચો: Junagadh News/જુનાગઢના ગોવિંદ ગીરી પર ટ્રાન્સજેન્ડર યુવતીનો યૌન શોષણનો આરોપ
